chennai News: વિલ્લુપુરમ રેલ્વે સ્ટેશન પાસે મંગળવારે સવારે લગભગ એક મોટો અકસ્માત થયો હતો. અહીં મુસાફરોને લઈ જઈ રહેલી એક પેસેન્જર ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પેસેન્જર ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે, અવાજ સાંભળીને તરત જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટના બાદ અન્ય ટ્રેનો માટે રસ્તો સાફ કરી દેવામાં આવ્યો હતો. ટ્રેનમાં બેઠેલા અન્ય મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે વિલ્લુપુરમથી પુડુચેરી જઈ રહેલી પેસેન્જર ટ્રેનના પાંચ ડબ્બા વિલ્લુપુરમ રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા. જોરદાર અવાજ સાંભળીને ટ્રેન તરત જ રોકી દેવામાં આવી. ટ્રેન ઉભી રહેતા મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેન રોક્યા બાદ તમામ મુસાફરોને ટ્રેનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. રેલવે સ્ટાફ અને એન્જિનિયરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેનને રિપેર કરવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે.
Tamil Nadu | Five coaches of a passenger train from Villupuram to Puducherry derailed near Villupuram railway station. A major accident was averted as the train stopped immediately after a loud noise was heard. All passengers were safely evacuated from the train. Railway staff…
— ANI (@ANI) January 14, 2025
ભારે જહેમત બાદ રેલ્વે કર્મચારીઓએ અન્ય ટ્રેનોનો રૂટ સાફ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આ ઘટના ટેકનિકલ ખામીના કારણે બની છે કે કેમ. વિલ્લુપુરમ રેલ્વે પોલીસે પણ આ મામલે સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ મામલે પાયલ ગોટીના જામીન મંજૂર થતા કોર્ટ સંકુલમાં પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: અમરેલીના લેટર કાંડના પડઘા સુરતમાં, મીટિંગ પહેલા જ સરકારે કર્યુ દબાણ
આ પણ વાંચો: અમરેલી લેટર કાંડનો વિવાદ વકર્યો, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો કવિતામાં બળાપો
