પાકિસ્તાન તરફથી ભારતે પાકિસ્તાનના ગિલગિત- બાલ્ટિસ્તાન મુદ્દે આપેલા આદેશ પર પાકિસ્તાનના હાઈકમિશનરને જાણ કરી આપત્તિ વ્યક્ત કરી છે.
ભારતે પાક અધિકારી સૈયદ હૈદર શાહને સખ્ત અવાજમાં કહ્યું છે કે પાકિસ્તાન તરફથી કબજામાં લેવામાં આવેલા ભારતના કોઈ પણ ભાગમાં સ્ટેટસ બદલવાનું કોઈ પણ કાયદાકીય અધિકાર નથી.
ઇસ્લામાબાદ તરફથી કથિત રૂપે ગિલગિત- બાલ્ટિસ્તાનના ઓર્ડરણે લઈએ ભારતે પાકિસ્તાનને કડક વલણમાં સંદેશો આપ્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે શાહને જણાવવામાં આવ્યું છે કે ૧૯૪૭ ના વિલીનીકરણ પ્રસ્તાવ પ્રમાણે ગિલગિત- બાલ્ટિસ્તાન સમેત સમગ્ર જમ્મુ કાશ્મીર રાજ્ય અભિન્ન ભારતનું અંગ છે.
આપણે જણાવી દઈએ કે ૨૧ મે ના રોજ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી શહીદ ખાકન અબ્બાસીએ ગિલગિત- બાલ્ટિસ્તાન પર આદિશ જાહેર કરી સ્થાનીક લોકોનાં હકોને પાછા લઇ સરકારના હાથોમાં વધારે પાવર સોપી દીધી હતી. પાકિસ્તાન તરફથી જાહેર કરવામાં આવેલા આદેશનો ઘણા માનવાધિકારી સંગઠનો વિરોધ કરી રહ્યા છે.
તમામ ગેરકાયદેસર કબ્જાવાળા વિસ્તારોને ખાલી કરે પાકિસ્તાન
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે,
“પાકિસ્તાનના કોઈ પણ ભાગની સ્થિતિને બદલવા માટે કોઈ કાનૂની આધાર નથી, જેને પાકિસ્તાન દ્વારા બળજબરીથી કબજે કરવામાં આવ્યો છે. તેનાં સ્ટેટસને બદલવાનો પ્રયાસ તદ્દન અસ્વીકાર્ય છે. મંત્રાલયે કહ્યું હતું કે, “પાકિસ્તાનએ તેના કબજાવાળા વિસ્તારોની સ્થિતિને બદલવાને બદલે તેના જેવા વિસ્તારોમાંથી ગેરકાયદેસર કબજો સમાપ્ત કરવો જોઈએ. તેમણે આવા ગેરકાયદેસર રીતે કબજામાં લેવામાં આવેલા વિસ્તારોણે ખાલી કરી દેવા જોઈએ.”
