વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારી હત્યાકાંડમાં અત્યાર સુધી ત્રણ આંતકવાદીઓના નામ આવ્યા છે. પરંતુ હવે એક ચોથા શંકાસ્પદની ફોટો જાહેર કર્યો છે. જ્યાં પત્રકાર સુજાત બુખારીની ગોળી મારી હતી તે જગ્યા પરથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક ચોથો શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ રહ્યો છે.
ચોથો શંકાસ્પદ પત્રકાર સુજાત બુખારીની મૃતબોડી પાસે ઉભો છે અને ત્યાં મોકો મળતા જ બંધુક ઉઠાવીને ભાગી રહ્યો છે. આ વિડીયોમાં શરુઆતમાં એવું લાગી રહ્યું છે કે આ મદદ કરવાનું નાટક કરી રહ્યો છે અને પછી જેમ લોકોના ટોળેટોળાં ભેગા થવા લાગે છે તે મોકો જોઇને ત્યાંથી બંધુક ઉઠાવીને ભાગે છે.
*Srinagar Police seeks help of the general public to identify one more suspect involved in terror attack at press enclave, Srinagar* :
Srinagar: 15 June 2018:https://t.co/2Y1Oo1Ioge @spvaid @JmuKmrPolice @KashmirPolice @DIGCKRSGR pic.twitter.com/5CwDikaydq— Srinagar Police (@SrinagarPolice) June 15, 2018
આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં ઇદ પહેલાનો ગુરૂવાર રક્તરંજીત કરી દીધો હતો. ગત ગુરુવારના દિવસે જમ્મુ કાશ્મીરમાં જાણીતા પત્રકાર શુજાત બુખારી અને સેનાના જવાન ઔરંગઝેબની હત્યા કરી દીધી છે. જાણીતા પત્રકાર શુજાત બુખારીની ગુરૂવારે ગોળી મારીને હત્યા કરી દીધી છે.
Srinagar Police seeks help of the general public to identify the suspects involved in yesterday's terror attack in Press Colony that killed editor of Rising Kashmir newspaper Shujaat Bukhari. Police releases photographs of the suspect from CCTV footage #JammuAndKashmir pic.twitter.com/ggJhzH7IiJ
— ANI (@ANI) June 14, 2018
શુજાત પર બાઇક સવાર અજાણ્યા હુમલાખોરોએ આ હુમલો સાંજે સાડા સાત વાગ્યે શ્રીનગરની પ્રેસ કોલોનીમાં કર્યો હતો. આ હુમલામાં શુજાત બુખારી અને તેમના એક ખાનગી સુરક્ષાકર્મીનું મોત નીપજ્યું છે.
વર્ષ 2000માં તેમના પર હમલો પણ થયો હતો તે પછી તેમને સુરક્ષા પણ આપવામાં આવી હતી. સુજાત બુખારીના મોટા ભાઈ સઈદ બશારત બુખારી પીડીપી-ભાજપા ગઠબંધન સરકારમાં કાનુન મંત્રી છે. સુજાત બુખારીના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.
