Not Set/ સ્પોટ્સ/ પાક. ખેલાડી દાનિશ કનેરિયાને લઇને શોએબ અખ્તરનો ખુલાસો, હિન્દુ હોવાના કારણે તેની સાથે થતુ ખરાબ વર્તન

પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક ચેટ શો દરમિયાન દાવો કર્યો હતો કે, દાનિશ કનેરિયા સાથે તેના પાકિસ્તાની સાથીઓએ હિન્દુ હોવાને કારણે ખરાબ વર્તન કર્યુ હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરનાર અનિલ દલપત બાદ દાનિશ કનેરિયા માત્ર બીજા હિન્દુ ખેલાડી હતા. શોએબ અખ્તરે એમ પણ કહ્યું હતું કે, કનેરિયાને પણ પાકિસ્તાની સાથીઓએ એક જ ટેબલ […]

Top Stories Sports

પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક ચેટ શો દરમિયાન દાવો કર્યો હતો કે, દાનિશ કનેરિયા સાથે તેના પાકિસ્તાની સાથીઓએ હિન્દુ હોવાને કારણે ખરાબ વર્તન કર્યુ હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરનાર અનિલ દલપત બાદ દાનિશ કનેરિયા માત્ર બીજા હિન્દુ ખેલાડી હતા. શોએબ અખ્તરે એમ પણ કહ્યું હતું કે, કનેરિયાને પણ પાકિસ્તાની સાથીઓએ એક જ ટેબલ પરથી ખાવાનું લેવાની મનાઈ કરી હતી કારણ કે કનેરિયા અન્ય ધર્મોમાં વિશ્વાસ રાખે છે.

Image result for danish kaneria

શોએબે કહ્યું, “કેપ્ટન તેને જોઇને મોંઠુ ફેરવી દેતા અને વિચારતા કે તે (કનેરિયા) આ જ ટેબલ પર અમારી સાથે ડિનર લઈ રહ્યો છે. મેં તેમને કહ્યું કે તમે કેપ્ટન બની શકો છો પરંતુ તમારું વર્તન ખરાબ છે. આ છોકરો (કનેરિયા) આપણા માટે મેચ જીતવા માટે તે ઘણી વિકેટ લઈ રહ્યો છે. અને તમે તેની સાથે આવો વ્યવહાર કરી રહ્યા છો, ‘શોએબ અખ્તર’ ગેમ ઓન હૈ ‘નામનાં ક્રિકેટ શો માં આ વાત કહી.

Image result for danish kaneria

શોએબ અખ્તરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, દાનિશ કનેરિયાને તેના અસાધારણ પ્રદર્શન માટે ક્રેડિટ ક્યારેય મળ્યુ નથી અને તે “સંપૂર્ણપણે ખરાબ હતુ”. અખ્તરે કહ્યું, “દાનિશને તેના અસાધારણ પ્રદર્શન માટે કોઈ ક્રેડિટ નહોતું આપતું. તેને સંપૂર્ણપણે બાકાત કરી દેવામાં આવ્યો હતો. તેણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ જીતી હતી (2005 માં). તેણે ટોચનાં ક્રમમાંના તમામ બેટ્સમેનોની વિકેટ લીધી હતી.”

“જ્યારે કોઈની સાથે પ્રદેશ અથવા ધર્મનાં આધારે ભેદભાવ કરવામાં આવે છે, ત્યારે હું ગુસ્સે થતો હતો. પાકિસ્તાનમાં જન્મેલો હિન્દુ તેના દેશનું પ્રતિનિધિત્વ કરવાનો હકદાર છે. જ્યારે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી (2005) માં જીત બાદ, દાનિશ સાથે દુર્વ્યવહાર કરવા બદલ મારા સાથી ખેલાડીઓને મે ઠપકો આપ્યો હતો.

Image result for danish kaneria

પાકિસ્તાન તરફથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરોની યાદીમાં દાનિશ કનેરિયા ચોથા ક્રમે છે, જેમાં ફક્ત ઝડપી બોલરો વસીમ અકરમ, વકાર યુનુસ અને ઇમરાન ખાન તેમનાથી આગળ છે. બાદમાં ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) કનેરિયા પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ સ્પોટ ફિક્સિંગમાં સામેલ થયાનાં આરોપો બાદ તેને તેમના અધિકારક્ષેત્ર હેઠળ દાનિશ મેચ રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં દાનીશે આ પ્રતિબંધની વિરુદ્ધ અપીલ નોંધાવી હતી, પરંતુ તે જુલાઈ, 2013 માં રદ કરવામાં આવી હતી. આ દરમિયાન, દાનીશે દબાયેલી ભાષામાં સ્વીકાર્યું કે તેમના ધર્મનાં કારણે તેને ફિક્સિંગ કેસમાં પીસીબી અધિકારીઓનો પૂરતો સમર્થન મળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.