મુંબઇ,
ઇગ્લેન્ડમાં આયોજીત થનારા 12મા આઇસીસી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. સોમવારે મુંબઇમાં ક્રિકેટના મહાસમર માટે 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી હતી. મુંબઇમાં ભારતીય ટીમ પસંદગી સમિતિના પસદંગીકારો દ્વારા ટીમની ઘોષણા કરવામાં આવી હતી. ટીમમાં ઋષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકની પસંદગી કરવામાં આવી છે.
#TeamIndia for @ICC #CWC19 💪💪#MenInBlue 💙 pic.twitter.com/rsz44vHpge
— BCCI (@BCCI) April 15, 2019
બીસીસીઆઇના મુખ્ય પસંદગીકાર એમએસ કે પ્રસાદે ટીમની જાહેરાત કરી હતી. આઇસીસી વર્લ્ડકપ 2019 ઇગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જુલાઇ સુધી રમાશે.
ક્રિકેટના મહાકુંભ એવા ICC વર્લ્ડકપ 2019ની ભારતીય ટીમના 15 સભ્યોમાં ત્રણ ગુજરાતીઓને સ્થાન મળ્યું છે. રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે.
વર્લ્ડ કપ માટે આ છે ભારતીય ટીમ –
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કે એલ રાહુલ, વિજય શંકર, એમ એસ ધોની (વિકેટ કીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મ્દ શામી
