astronomical event/ મુન્દ્રામાં જોવા મળી અનોખી ખગોળીય ઘટના, ગુરુ-ચંદ્ર અને શુક્ર એક લાઈનમાં જોવા મળ્યા

શિયાળા અને ઉનાળાની મિક્ષ ઋતુનો અહેસાસ થવા લાગ્યો છે. સંધ્યા સમયે આકાશમાં ચંદ્ર પાસે ચમકતા તારાઓ અને અવકાશી ર્દશ્યો લોકો પોતાના મોબાઇલમાં કંડાળી રહ્યા છે. ત્યારે…

Top Stories Gujarat Others
Astronomical Phenomenon

Astronomical Phenomenon: શિયાળા અને ઉનાળાની મિક્ષ ઋતુનો અહેસાસ થવા લાગ્યો છે. સંધ્યા સમયે આકાશમાં ચંદ્ર પાસે ચમકતા તારાઓ અને અવકાશી ર્દશ્યો લોકો પોતાના મોબાઇલમાં કંડાળી રહ્યા છે. ત્યારે એસ્ટ્રોનોમર્સના મત અનુસાર, આકાશ દર્શનના રસીકો માટે શિયાળો અને ઉનાળો એટલે તારાઓ, ગ્રહો અને નક્ષત્રો જોવાનો સૌથી ઉત્તમ સમય હોય છે. આ દરમિયાન તારાઓની ચમક વધુ દેખાય છે. ત્યારે મુન્દ્રામાં એક અનોખી ખગોળીય ઘટના જોવા મળી હતી જેમાં શુક્ર, ચંદ્ર અને ગુરુ ગ્રહ એક લાઈનમાં જોવા મળ્યા હતા. જ્યોતિષ શાસ્ત્રોના અનુસાર ત્રણેય એક જ રાશિમાં હોવાને કારણે આપણને એક રેખામાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Mantavya News (@mantavyanews)

જણાવી દઈએ કે માર્ચ અને એપ્રિલના સમયગાળામાં આપણને ઘણી અનોખી ખગોળીય ઘટના પણ જોવા મળશે. જેમાં નરી આંખે શુક્ર, ગુરુ, મંગળ અને અમુક તારાજૂથો સરળતાથી જોઈ શકાય છે. શુક્ર અને ગુરુએ પૃથ્વી પરથી દેખાતા સૌથી તેજસ્વી ગ્રહો છે. 3 માર્ચથી શુક્ર, ચંદ્ર અને ગુરુ ગ્રહ એકબીજાની નજીક સરળતાથી જોઈ શકાશે. શુક્ર એક તેજસ્વી ગ્રહ છે. પશ્ચિમ દિશામાં સંધ્યાકાળ પછી જ્યાં સૂરજ આથમ્યા બાદ બે મોટા તારા દેખાય તે શુક્ર અને ગુરુ ગ્રહ હોય છે. હાલ આ બંને ગ્રહોની જોડી એકબીજાથી ધીમે-ધીમે નજીક આવી રહી છે. અને બંને ગ્રહો સૌથી વધુ નજીક 1 માર્ચના રોજ શુક્ર આકાશના ગુંબજ પર ગુરુથી 0.5 ડિગ્રી પસાર કરશે. તે એક અદભૂત દ્રશ્ય હશે. હકીકતમાં શુક્ર એ સૂર્ય અને ચંદ્ર પછી આકાશમાં ત્રીજો સૌથી તેજસ્વી અવકાશીય પદાર્થ છે. મનમાં એવો પ્રશ્ન ઊભો થાય કે, ગુરુ એટલો મોટો છે છતાંય નાનો દેખાય છે, જ્યારે શુક્ર પ્રમાણમાં ખૂબ જ નાનો છે છતાં આટલો તેજસ્વી કેમ દેખાય છે? તેનું કારણ છે ગુરુનું અને શુક્રનું પૃથ્વીથી અંતર છે. ગુરુ પ્રમાણમાં અત્યંત મોટો ગ્રહ છે. પરંતુ પૃથ્વીથી ખૂબ જ દૂર છે. જ્યારે શુક્ર પ્રમાણમાં નાનો ગ્રહ હોવા છતાં પૃથ્વીથી નજીક છે. તેથી તે ચમકતો દેખાય છે.

જો તમે શુક્રને રોજ ટેલિસ્કોપથી જોશો તો જેવી રીતે ચંદ્રની કળા પણ બદલાય છે. તેમ શુક્રની કળા પણ બદલાતી જોવા મળશે ટેલિસ્કોપથી જોવાથી એવું જ લાગશે કે, જાણે તમે નાનો ચંદ્ર જોઈ રહ્યા હોય.

આ પણ વાંચો: West Bengal/પશ્ચિમ બંગાળમાં હાવડા-અમતા લોકલ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, અધિકારીઓ ઘટનાસ્થળે