Gujarat News : સુરતમાં એક બેન્ક મેનેજરે નજીવી બાબતે આપઘાત કરી લેતા શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘટનાસ્થલેથી પોલીસને સ્યુસાઈડ નોટ મળી છે પરંતુ આપઘાતનું ચોક્કસ કારણ હજીસુધી જાણવા મળ્યું નથી. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ સુરતના કાપોદ્રામાં બેન્ક મેનેજર તરીકે કામ કરતા રાકેશ નવાપરિયાએ ગળાફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થલે આવીને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે મૃતકે લખેલી એક સ્યુસાઈડ નોટ કબજે કરી છે.
જેમાં બેન્ક મેનેજર રાકેશ નવાપરિયાએ જણાવ્યું છે કે સોરી ભાઈ હું માનસિક રીતે એટલો પડી ભાંગ્યો હતો કે મારે આ પગલું ભરવું પડે છે. તે સિવાય તેમણે પરિવારના સભ્યોને યાદ કરીને તમામને જયશ્રી ક્રિશ્ના લખ્યું હતું. તે સિવાય તેમણે પરિવારની જાણ માટે પોતાના અન્ય બેન્કના ખાતાની વિગતો પણ લખી હતી.
કોઈ ભૂલને કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. જોકે આપઘાતનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી, એમ પોલીસનું કહેવું છે. હાલમાં પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો
આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા
આ પણ વાંચો:31 વર્ષીય વ્યક્તિને વર્ક ફોર્મ હોમ કરવા આવ્યો મેસેજ, પછી થયું એવું કે તે જાણીને