Gujarat/ વિદેશી મુસાફરોએ ગુજરાતમાં ઉતરતા સાથે કરાવો પડશે RTPCR ટેસ્ટ

કોરોનાનાં નવા સ્ટ્રેન મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે. એઈમ્સ ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં હજી સુધી કોરોનાનાં નવા સ્ટ્રેનનાં કારણે કોઈ પણ કેસ નોંધાયો નથી.

Ahmedabad Gujarat
bhayali 2 વિદેશી મુસાફરોએ ગુજરાતમાં ઉતરતા સાથે કરાવો પડશે RTPCR ટેસ્ટ

કોરોનાનાં નવા સ્ટ્રેન મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે. એઈમ્સ ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં હજી સુધી કોરોનાનાં નવા સ્ટ્રેનનાં કારણે કોઈ પણ કેસ નોંધાયો નથી. નવું મ્યુટેશન લંડન-સા.બ્રિટનમાં જોવા મળ્યું છે. જેને કારણે કેસોમાં ઝડપથી વધારો થયો છે અને સમગ્ર યુરોપમાં ચિંતાનો વિષય બન્યું છે.

Corona Virus / કોરોનાનો નવો સ્ટ્રેન 70 ટકા વધુ ઘાતક, જાણીલો આ 10 પોઇન્ટમાં …

કોરોનાનાં નવા સ્ટ્રેનનાં કારણે દુનિયાનાં અનેક દેશોએ યુરોપીયન સંધ અને ખાસ કરીને લંડનની સાથે અનેક દેશોએ પોતાની વિમાની સેવા અને મુસાફરી સ્થગિત કરી છે. ગુજરાતમાં પણ કોરોનાનાં નવા સ્ટ્રેનનાં કારણે આગમચેતીના પગલા લેવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓનો હવેથી ટેસ્ટ કરાવવામાં આવશે. કોરોનાનાં નવા સ્ટ્રેઇનને પગલે તમામ વિદેશી પ્રવાસીઓનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે.

Farmer Protesstઆંદોલનનો 26મો દિવસ, ખેડૂત સંગઠનો કેન્દ્ર સાથે વાતચીતનો આજે ક…

નવા સ્ટ્રેઇનને પગલે અમદાવાદ ખાતેથી DGCA દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સવારે 11 વાગે એરઇન્ડિયાની ફલાઇટ જે આજે અમદાવાદ આવી રહી છે તેમા પણ આ નિયમનું અમલિકરણ કરવામાં આવશે. બ્રિટનથી આવતા 246 મુસાફરોનો ટેસ્ટ કરાશે અને રિઝલ્ટ ન આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટ બહાર નહીં જવા દેવાય તેવો સ્પષ્ટ આદેશ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, RTPCR ટેસ્ટ મુસાફરોને સ્વખર્ચે કરાવવો પડશે.

જુઓ આ વીડિયો અહેવાલ પણ – અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનથી આવતા 246 મુસાફરોનો RTPCR ટેસ્ટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…