Accident/ ગોઝારો મંગળવાર: ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ

મહેસાણા, અરવલ્લી, રાજકોટ અને ભરૂચમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 4 થી વધુ લોકો ગંભીર છે.

Gujarat Others
a 345 ગોઝારો મંગળવાર: ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ

રાજ્યમાં આજે એક બાદ એક અકસ્માતની ઘટના સામે આવી છે, ત્યારે આવામાં વધુ 4 અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં મહેસાણા, અરવલ્લી, રાજકોટ અને ભરૂચમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 4 થી વધુ લોકો ગંભીર છે.

મહેસાણા

જો મહેસાણાની વાત કરવામાં આવે તો અહીં પંચોટ તળાવમાં કાર ખાબક્તા એક સાથે ત્રણ લોકોના મોત થઈ નીપજ્યાં છે, આ ઘટનાવહેલી સવારે ડ્રાઈવરને જોકુ આવી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેના કારણે કારમાં સવાર ચાર લોકોમાંથી ત્રણનાં મોત નિપજ્યા છે.જ્યારે એક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

a 344 ગોઝારો મંગળવાર: ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ

અરવલ્લી

મોડાસા સહયોગ ચોકડી પાસે ટ્રેલર ચાલકે બેફામ ટ્રેલર હંકારી એક્ટિવાને કચડી નાખતા ગંભીર અકસ્માત સર્જાયો છે.આ અકસ્માતમાં બાઇક સવાર ગર્ભવતી મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યુ હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.અકસ્માત ઝોન બની ચૂકેલા સહયોગ ચાર રસ્તા પર સલામતી માટે સર્કલ બનાવવા સ્થાનિક લોકોએ માંગ કરી છે.

a 341 ગોઝારો મંગળવાર: ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ

રાજકોટ

રાજકોટના કાલાવડ રોડ પર અકસ્માત થયો છે. કાલાવડ રોડ પર ફૂલ સ્પીડમાં કારચાલક આવી રહ્યો હતો. કારચાલકે વાહનચાલકને અડફેટે લેતા વાહનચાલક ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

a 342 ગોઝારો મંગળવાર: ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ

ભરૂચ

ભરૂચ-જંબુસર માર્ગ પર દેરોલ, દયાદરા ગામ વચ્ચે ઈકો અને કન્ટેનર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 વર્ષીય બાળકનું મોત થયુ છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. કન્ટેનર ચાલક ઈકોકારને ઓવર ટ્રેક કરી રહ્યો હતો. આ દરમ્યાન ઈકો કારને ટક્કર વાગી હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

a 343 ગોઝારો મંગળવાર: ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…