Valsad/ પારડી પોલિસે એક સાથે 45 દેશી દારૂનાં અડ્ડાઓ પર માર્યા છાપા

પારડી પોલીસ મથકનાં પીએસઆઇ બી.એન. ગોહિલની ટીમ દ્રારા જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાનાં માર્ગદર્શન હેઠળ પારડી પંથકનાં વિવિધ બીટ વિસ્તારમાં દારૂનાં ચાલતા અડ્ડા પર રેડ કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો….

Gujarat Others
zzas 89 પારડી પોલિસે એક સાથે 45 દેશી દારૂનાં અડ્ડાઓ પર માર્યા છાપા

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ

પારડી પોલીસ મથકનાં પીએસઆઇ બી.એન. ગોહિલની ટીમ દ્રારા જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાનાં માર્ગદર્શન હેઠળ પારડી પંથકનાં વિવિધ બીટ વિસ્તારમાં દારૂનાં ચાલતા અડ્ડા પર રેડ કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

zzas 90 પારડી પોલિસે એક સાથે 45 દેશી દારૂનાં અડ્ડાઓ પર માર્યા છાપા

જેમા ગોઇમા ગામે સુરેશ કાલિદાસ નામનાં શખ્સ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ત્યાં પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને દેશી દારૂ બનાવવાની સામગ્રીની તોડફોડ કરી મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પારડીનાં ગોઇમા, ઉદવાડા, પરીયા, ઉમરસાડી, ઓરવાડ, વાઘછીપા સહીત ગ્રામીણ અને શહેરોમાંથી બુટલેગર મહિલા અને પુરુષ મળી 37 આરોપીઓની ધરપકડ કરી તેઓને આજરોજ પારડી સરકારી હોસ્પિટલ ખાતે પોલીસની મોટી વાનમાં લઇ જઈ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. આ સાથે પોલીસકર્મી જગજીવન, નરસિંહ, તેમજ અન્ય પોલીસ બંદોબસ્ત માટે સાથે જોડાયા હતા. પારડી પોલીસનાં રેડથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તેમજ વલસાડ જિલ્લામાં દેશી દારૂનાં લઠ્ઠાકાંડની ઘટના ન બને અને અનેક મહિલાઓ વિધવા ન બને તે માટે પોલીસે હવે લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. તેમજ દમણ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા જતા પહેલા રેડ કરવાથી પ્રવાસીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Corona Vaccine / કચ્છના આ શહેરમાં લાગી શકે છે કોરોના વેક્સિન સ્ટોરેજ પ્લાન્ટ…

surat / કિરણ હોસ્પિટલની ઘોર બેદરકારી, બે વર્ષની માસુમ બાળકીને ગુમાવવ…

blast: કલોલમાં રહસ્યમય વિસ્ફોટમાં બે મકાનો થયા ધરાશાયી, એકનું મોત…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો