Zaghadiya/ GIDCમાંથી પ્રદૂષિત પાણી છોડતા હજારો માછલીઓના મોત, GPCB છાવરતું હોવાના આક્ષેપો

ઝઘડિયા જીઆઇડીસીમાંથી પ્રદૂષિત પાણી છોડવામાં આવતા પ્રદૂષિત પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે. જેના કારણે ખેડૂતોની ખેતી નિષ્ફળ નીવડી રહી છે. તદુપરાંત પ્રદૂષિત પાણી ખાડીમાં પણ ફરી વળતા હજારો જળચર જીવોના મોત થયા છે.

Top Stories Gujarat Others
અબડાસા 20 GIDCમાંથી પ્રદૂષિત પાણી છોડતા હજારો માછલીઓના મોત, GPCB છાવરતું હોવાના આક્ષેપો

@દિનેશ મકવાણા, મંતવ્ય ન્યૂઝ- ભરૂચ 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીમાંથી ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું પ્રદૂષિત પાણી ખેડૂતો માટે ઝેર સમાન બની ગયું છે. ઝઘડિયા જીઆઇડીસીમાંથી પ્રદૂષિત પાણી છોડવામાં આવતા પ્રદૂષિત પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે. જેના કારણે ખેડૂતોની ખેતી નિષ્ફળ નીવડી રહી છે. તદુપરાંત પ્રદૂષિત પાણી ખાડીમાં પણ ફરી વળતા હજારો જળચર જીવોના મોત થતાં ખેડૂતોએ જીપીસીબીને જાણ કરતાં જીપીસીબીની ટીમે સ્થળ પર દોડી આવી પ્રદૂષિત પાણીના સેમ્પલ લીધા હતા.

ઝઘડીયા જીઆઇડીસીમાં મોટી સંખ્યામાં ઉદ્યોગો સ્થપાયેલા છે. અને ઉદ્યોગોમાંથી નીકળતું પ્રદૂષિત પાણી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હોય છે. પરંતુ કેટલાક ઉદ્યોગકારો ઉદ્યોગો માંથી નીકળતું પ્રદૂષિત પાણી સીધેસીધું ગટરમાં છોડી દેવામાં આવતા પ્રદૂષિત પાણી કેટલાય ખેડૂતોના ખેતરોમાં ફરી રહ્યા છે.  જેના પગલે ખેડૂતોએ કરેલા વાવેતર પ્રદૂષિત પાણીના કારણે ખેતીમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આજે વહેલી સવારે જ કોતરમાંથી ઉદ્યોગોએ પ્રદૂષિત પાણી છોડતા પ્રદૂષિત પાણી ખાડી અને ખેતરોમાં ફરી વળ્યા હતા જેના કારણે ખાડીમાં રહેલા જળચર જીવોના મોત નિપજયા હતા.  તો કેટલાય ખેડૂતોના ખેતરોમાં પણ પ્રદૂષિત પાણી ફરી વળ્યું હતું જેમાં જગડીયા જીઆઈડીસીની નજીકમાં આવેલા બોડીદ્રા કપલસારી ફૂલવાડી ગોવાલી મુલદ સહિત અન્ય ગામના ખેડૂતોના ૩૦૦ એકર જમીનમાં પ્રદૂષિત પાણી ફરી વળતા ખેડૂતોની ખેતી સદંતર નિષ્ફળ નીવડી રહી છે જેના કારણે ખેડૂતોએ પણ રસ્તે ઉતરી આવી પ્રદૂષિત ઓકતી કંપનીઓ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.

જીઆઇડીસી માંથી નીકળતું પ્રદૂષિત પાણી અંગે વારંવાર જીપીસીબીની રજૂઆત કરવામાં આવે છે. જીપીસીબીના અધિકારીઓ પણ દેખાવા પૂરતા પ્રદૂષિત પાણીના સેમ્પલ લઇ કાર્યવાહી કરી રહ્યા હોવાનું રટણ કરી રહ્યા છે. પરંતુ પ્રદૂષણ ઓકતા ઉદ્યોગપતિઓ ઉપર જીપીસીબીના અધિકારીઓ જ છુપા આશીર્વાદ હોય તેવા ખેડૂતો પણ આક્ષેપ કરી રહ્યા છે. ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું પ્રદૂષિત પાણી ખેડૂતો માટે તો ઝેર સમાન બની ગયું છે. પરંતુ પ્રદૂષિત પાણી ખાડી અને તળાવમાં પણ જવાના કારણે જળચર જીવો પણ જીવ ગુમાવ્યા છે. ત્યારે સાચા અર્થમાં જીપીસીબીના અધિકારીઓ એ સાચી દિશામાં તપાસ કરી પ્રદૂષણ ઓકતા ઉદ્યોગોને ક્લોઝર નોટિસ આપવાની માંગ ઉઠી રહી છે.