Not Set/ મહિલા શિક્ષિકાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી, પરિવારનો જમાઈ પર આક્ષેપ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અપમૃત્યુની ઘટનામાં વધારો થયો છે.આવી જ એક ઘટનામાં દિયોદરમાં એક મહિલા ટીચરે આપઘાત કર્યો  છે.જો કે શિક્ષકાના પરિવારે તેના પતિ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. દિયોદરમાં રાંટીલા પ્રાથમિક શાળાની શિક્ષિકા સોનલ વાઘેલાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. પરંતુ મહિલાનાં પરિવારે તેમના જમાઈ એટલે કે રાજદીપસિંહ વાઘેલા પર હત્યાનો આરોપ […]

Gujarat Others
mahi a 3 મહિલા શિક્ષિકાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી, પરિવારનો જમાઈ પર આક્ષેપ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અપમૃત્યુની ઘટનામાં વધારો થયો છે.આવી જ એક ઘટનામાં દિયોદરમાં એક મહિલા ટીચરે આપઘાત કર્યો  છે.જો કે શિક્ષકાના પરિવારે તેના પતિ પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

દિયોદરમાં રાંટીલા પ્રાથમિક શાળાની શિક્ષિકા સોનલ વાઘેલાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. પરંતુ મહિલાનાં પરિવારે તેમના જમાઈ એટલે કે રાજદીપસિંહ વાઘેલા પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

સોનલના  પિતાએ કહ્યું કે, જે દિવસે મૃત્યુનાં સમાચાર આવ્યાં તે જ દિવસે મેં એની સાથે વાત કરી હતી. જેમાં દીકરીએ કહ્યું હતું કે, ‘હું ખુશ છું,આજે બી.એડનું ફોર્મ ભરવા જવાનું છે.’ આટલું બોલ્યા પછી ફોન બંધ થઇ ગયો. જે બાદ સાંજે પાંચ વાગે જમાઈનો ફોન આવ્યો કે, સોનલનું મોત થયું છે.સોનલ આવી રીતે ના મરે.તેને જમાઈએ જ મારી નાંખી છે. આ અંગે અમે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ છે.

મૃતદેહને દિયોદર રેફરેલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ અંગે દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.