હિમસ્ખલન/ ઉત્તરકાશીમાં હિમસ્ખલનમાં લાપતા થયેલા ભાવનગરના અર્જુનસિંહ ગોહિલનું મૃતદેહ બરફ નીચેથી મળી આવ્યો!રાજ્ય સરકારે સહાયની કરી જાહેરાત

ઉત્તરકાશીના ડોકરાણી બામક ગ્લેશિયર વિસ્તારમાં રેસ્ક્યૂ ટીમે ગુજરાતી પર્વતારોહકનો મૃતદેહ બહાર કાઢ્યો છે. ગુજરાતના 5 યુવાનો ટ્રેકિંગ માટે ગયા હતા.

Top Stories Gujarat
7 11 ઉત્તરકાશીમાં હિમસ્ખલનમાં લાપતા થયેલા ભાવનગરના અર્જુનસિંહ ગોહિલનું મૃતદેહ બરફ નીચેથી મળી આવ્યો!રાજ્ય સરકારે સહાયની કરી જાહેરાત

ઉત્તરકાશીના ડોકરાણી બામક ગ્લેશિયર વિસ્તારમાં રેસ્ક્યૂ ટીમે ગુજરાતી પર્વતારોહકનો મૃતદેહ બહાર કાઢ્યો છે. ગુજરાતના 5 યુવાનો ટ્રેકિંગ માટે ગયા હતા. જેમાંથી ચાર યુવકોનો જીવ બચી ગયો હતો. પરંતું ભાવનગર જિલ્લાનો એક પર્વતારોહી અર્જુનસિંહ ગોહિલ હજી પણ લાપતા હતો. જેનો મૃતદેહ 6 દિવસ બાદ બરફ નીચેથી મળી આવ્યો છે. અર્જુનસિંહને યાદ કરીને તેના સાથી મિત્રો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.

 

 

ભાવનગરના પર્વતારોહી અર્જુનસિંહ ગોહિલનો મૃતદેહ 6 દિવસ બાદ બરફ નીચેથી મળી આવ્યો છે. દ્રૌપદી કા ડંડા શિખર પર ગયેલા ભાવનગરના બે યુવાન ફસાયા હતા. એડવાન્સ કોર્સ માટે ગયેલા ભાવનગરના બે યુવાનો કલ્પેશ બારૈયા અને અર્જુનસિંહ ગોહિલ હિમસ્ખલન થતાં ફસાઈ ગયા હતા. અગાઉ શોધખોળ દરમ્યાન કલ્પેશ બારૈયા ભાવનગરનો કલ્પેશ બારૈયા સહીસલામત મળી આવ્યો હતો. જ્યારે   ચિત્રાવાવ ગામના અર્જુનસિંહ ગોહિલની કોઈ ભાળ નહિ મળતા શોધખોળ હાથ ધરાઇ હતી. ઘણા દિવસની શોધખોળ બાદ પર્વતારોહી યુવાન અર્જુનસિંહ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે ચિત્રાવાવ ગામના આશાસ્પદ પર્વતારોહી યુવાનનો મૃતદેહ મળી આવતા ગામના લોકો શોકાતુર બન્યા છે.

ઉત્તરાખંડમાં માર્યા ગયેલા પર્વતારોહી યુવક માટે ગુજરાત સરકારે સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઉત્તરાખંડના હિમપ્રપાતમાં ભાવનગરના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામના પર્વતારોહક અર્જુનસિંહ ગોહિલના નિધનની ઘટનાથી દુ:ખની લાગણી અનુભવું છું. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. રાજ્ય સરકાર તેમના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાય આપશે.

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગના 41 પર્વતારોહક દ્રૌપદીના ડંડા-2 પર્વત પર ચઢવાની ટ્રેનિંગ લઈ રહ્યા હતા. જેમાંથી 34 ટ્રેની અને 7 ઇન્સ્ટ્રક્ટર હતા. તમામ ગત મંગળવારે સવારે લગભગ 4 વાગ્યે 5670 મીટર એટલે કે 18 હજાર ફૂટથી વધુ ઊંચા દ્રૌપદી પર્વતની ટોચ પર પહોંચ્યા હતા. પરત ફરતી વખતે સવારે લગભગ 8.45 વાગ્યે એક હિમસ્ખલનની ઝપેટમાં આવ્યા હતા