સફળતાની સિક્સર/ ગુજરાતના ભરોસાના 6 વર્ષ, તમારો ભરોસો મંતવ્ય ન્યૂઝ

વર્ષ 2016, 11 ઓક્ટોબરના રોજ ‘મનની વાત મંતવ્ય રૂપે…’ના ટેગ સાથે શરૂ થયેલી મંતવ્ય ન્યૂઝની  સફર આપ સૌ દર્શકોના પ્રેમ અને ભરોસાથી હવે સફળ બની ચૂકી છે.  

Ahmedabad Top Stories Gujarat Trending
WhatsApp Image 2022 10 10 at 17.10.33 ગુજરાતના ભરોસાના 6 વર્ષ, તમારો ભરોસો મંતવ્ય ન્યૂઝ

આજથી 6વર્ષ પહેલા 11 ઓક્ટોબરના રોજ મંતવ્ય ન્યૂઝ ચેનલનો સુભારંભ થયો અને આજે તમારા વિશ્વાસ અને સાથ થકી મંતવ્ય ન્યૂઝે સફળતાના છ વર્ષ પૂર્ણ કરીને સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.  વર્ષ 2016, 11 ઓક્ટોબરના રોજ ‘મનની વાત મંતવ્ય રૂપે…’ના ટેગ સાથે શરૂ થયેલી મંતવ્ય ન્યૂઝની  સફર આપ સૌ દર્શકોના પ્રેમ અને ભરોસાથી હવે સફળ બની ચૂકી છે.

“મંતવ્ય ન્યૂઝ” ન્યૂઝ ચેનલની દુનિયામાં માત્ર 6 વર્ષનું યુવા માધ્યમ કહી શકાય, પરંતુ જો સમાચાર અને તે પણ સત્ય સાથેનાં સમાચાર કે પછી કોઇની શેહ શરમ રાખ્યા વિના હકીકતો રજૂ કરનારા અને સીધા જ પ્રશ્નો રજૂ કરનારા સમાચારની વાત કરવામાં આવે તો, મંતવ્ય ન્યૂઝ વિશેનું લોકોનું મંતવ્ય નિડર માધ્યમનું છે.

a ગુજરાતના ભરોસાના 6 વર્ષ, તમારો ભરોસો મંતવ્ય ન્યૂઝ

લોક પ્રશ્નની સાથે સાથે સામાજનાં ઉત્થાનની જવાબદારીનું વહન કરતા મંતવ્ય ન્યૂઝ દ્રારા બેરોજગારોને રોજગારલક્ષી માર્ગદર્શનનાં હેતુ સાથે કરિયર-ગુરૂ અને આરોગ્યવિષયક સમસ્યા નિવારવાનાં હેતુ સાથે આરોગ્ય માટેના ખાસ કાર્યક્રમ રજૂ કરી અનોખી પહેલ શરૂ કરી. હજુ પણ મંતવ્ય ન્યૂઝ નવા-નવા વિષય સાથે લોકોને માર્ગદર્શન મળી રહે તેવા પ્રયાસ કરી રહ્યું છે.

aaaaaaaaaaa 1 ગુજરાતના ભરોસાના 6 વર્ષ, તમારો ભરોસો મંતવ્ય ન્યૂઝ

ચેનલનાં સ્પર્ધાત્મક સમયમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાતાં સમાચાર સત્ય અને સટિક હોય તે પણ સંપૂર્ણ કાળજી રાખવામાં આવે છે. પરિણામે 6 વર્ષ પૂર્ણ થતાં દર્શકો સુધી પહોંચવામાં મંતવ્ય ન્યૂઝે સફળતા હાંસલ કરી છે. તમામ પ્રકાર પછી તે સામાજિક, રાજકીય, શૈક્ષણિક, આર્થિક, ક્રાઇમ, કોર્ટ, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, રમત-ગમત કે શેરબજાર અને આરોગ્ય વિષયક સત્ય સમાચાર પ્રસિદ્ધ કરવા મંતવ્ય ન્યૂઝે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

aaaaaaaa ગુજરાતના ભરોસાના 6 વર્ષ, તમારો ભરોસો મંતવ્ય ન્યૂઝ

મંતવ્ય સમાચારોની સાથે સાથે સામાજિક ક્ષેત્રે પણ યોગદાન આપ્યું રહ્યું છે. જેમાં અંગદાન મહાદાન, નવરાત્રી મોહસવ અને આપતિકાળ દરમિયાન અસરગ્રસ્તોની સાથે ઉભું રહ્યું છે. કોવિડ હોય કે કોઈ પણ કાળ, દરેક ઘટનામાં ખબરોને તોડ્યા-મરોડ્યા વગર તમારા સુધી પહોંચાડી છે. સત્ય તમારી રાખવાના વાયદાને અમે પૂરો કર્યો છે.

aaaa ગુજરાતના ભરોસાના 6 વર્ષ, તમારો ભરોસો મંતવ્ય ન્યૂઝ

ઈલેકટ્રોનીક મીડિયાની દૂનીયામાં મંતવ્ય ન્યૂઝે ગુજરાતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. જેનો શ્રેય મંતવ્ય એક માત્ર તેના દર્શકોને અર્પે છે. મંતવ્ય ન્યૂઝ ચેનલને આગળ લાવવામાં ગુજરાતના દર્શકો અને મંતવ્ય ન્યૂઝનાં શુભેચ્છકોનો આ તબક્કે આભાર માનીએ છીએ.

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપની યોજના, જે 144 બેઠકો પર થઇ હાર ત્યાં 40 રેલી કરશે PM મોદી

આ પણ વાંચો: નાણા મંત્રી નિર્મલા સીતારમણ ચેન્નાઇમાં શાકભાજી ખરીદવા પહોચ્યા,વીડિયો વાયરલ

આ પણ વાંચો:શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર ECIનો મોટો નિર્ણય, કોઈપણ જૂથ ‘ધનુષ અને તીર’ ચિહ્નનો ઉપયોગ નહીં કરી શકે