Not Set/ ગુજરાત પોલીસની સગાઇલીલાથી ચિટરોને લીલા લહેર, કરોડોનું બૂચ મારતા મિ.નટવરલાલ બન્યા બિન્દાસ્ત

અમદાવાદ બરોડા સુરત અને રાજકોટ શહેરમાં છેતરપિંડી કરતી અનેક ગેંગો સક્રિય છે પરંતુ ફરિયાદ દાખલ નહીં કરવામાં આવતી હોવાના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે આ અંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ડીજીપી આશિષ ભાટિયાને પણ અનેક લોકોએ રજૂઆત કરી છે

Gujarat Mantavya Exclusive
6 1 ગુજરાત પોલીસની સગાઇલીલાથી ચિટરોને લીલા લહેર, કરોડોનું બૂચ મારતા મિ.નટવરલાલ બન્યા બિન્દાસ્ત

ગુજરાતમાં લાખો કરોડોની ઠગાઈ છેતરપિંડી કરનારા ઠગભક્તો સામે પોલીસની ઢીલી નીતિના કારણે રાજ્યભરમાં બુચ મારનારા મિસ્ટર નટવરલાલો બેફામ બન્યા છે અગાઉ આ પ્રકારની તપાસમાં ગેરરીતિ થયાનું બહાનું કાઢી ફરિયાદ લેવામાં પોલીસને થતાં ઠાગાઠૈયાના કારણે મોટા ગુના કરનારાઓને બખ્ખા થઈ ગયા છે ઊલટા ચોર કોટવાલ કો દંડેની કેહવત માફક હેરાન પરેશાન થઈ ગયેલા લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે ઉપરી અમલદારની પરમિશનના મુદ્દા હેઠળ ઉચ્ચ પોલીસ અધિકારી કચેરીના ધક્કા ખાધા પછી પણ ફરિયાદ દાખલ નહીં કરવામાં આવતી હોવાના કારણે મોટા શહેરોમાં ફરિયાદીઓ માટે ખરેખર મૂંઝવણ ભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

7 1 ગુજરાત પોલીસની સગાઇલીલાથી ચિટરોને લીલા લહેર, કરોડોનું બૂચ મારતા મિ.નટવરલાલ બન્યા બિન્દાસ્ત

અમદાવાદ બરોડા સુરત અને રાજકોટ શહેરમાં છેતરપિંડી કરતી અનેક ગેંગો સક્રિય છે પરંતુ ફરિયાદ દાખલ નહીં કરવામાં આવતી હોવાના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે આ અંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ડીજીપી આશિષ ભાટિયા ને પણ અનેક લોકોએ રજૂઆત કરી છે અને આ અંગે ઘટતું કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં બીજા બધા ગુના કરતા ઠગાઈ છેતરપિંડીના બનાવો અનેક બને છે વાઈટ કોલર ક્રાઇમ તરીકે ઓળખાતા આ બનાવો માં લોકોને શીશામાં ઉતારીને નાની રકમથી લઈને મોટી રકમની ઠગાઇ છેતરપીંડી કરવામાં આવતી હોય છે. રાજ્યના મોટા શહેરોમાં ઠગાઇ છેતરપીંડીની મોટી રકમની ફરિયાદ દાખલ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીની પરમિશનની પ્રથા પડી ગઈ છે જેના કારણે નીચેના તાબેના અધિકારીઓ ઉપરી અમલદારની મંજૂરી આવી નથી તેમ કરીને હાથ ઊંચા કરી દેતા હોય છે

3 1 ગુજરાત પોલીસની સગાઇલીલાથી ચિટરોને લીલા લહેર, કરોડોનું બૂચ મારતા મિ.નટવરલાલ બન્યા બિન્દાસ્ત

રાજ્યમાં અમદાવાદ અને રાજકોટમાં લાખો કરોડોની છેતરપિંડી કરનારા બે થી ત્રણ બનાવો બહાર આવ્યા અને અનેક ફરિયાદીઓ ફરિયાદ કરવા સામે આવ્યા પરંતુ કોઇપણ કારણોસર ફરિયાદ લેવામાં પોલીસ તરફથી આનાકાની કરવામાં આવી હતી એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ અધિકારી પાસે ને બીજા પોલીસ અધિકારીથી ઉચ્ચ પોલીસ અધિકારી સુધી ફરિયાદી ઓએ ધક્કા ખાધા પછી પણ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી જેનો સીધો લાભ આરોપીઓને મળ્યો છે. આ કેસમાં પુરાવા મળતા નથી એવું જણાવીને પોલીસ બનાવ અંગે હાથ ખંખેરી લે છે ફરિયાદીની મોટી રકમ ડૂબી હોવા છતાં ચેક રિટર્નના કેસ દાખલ કરો તેવા જવાબ આપવામાં આવે છે.

5 1 ગુજરાત પોલીસની સગાઇલીલાથી ચિટરોને લીલા લહેર, કરોડોનું બૂચ મારતા મિ.નટવરલાલ બન્યા બિન્દાસ્ત

હવે જો ફરિયાદ દાખલ થયા અને તપાસ થાય પછી જ પુરાવા મળવાની વાત હોવા છતાં ફરિયાદ દાખલ કરવામાં આગાહી કરવામાં આવે છે ફરિયાદી ઉચ્ચ પોલીસ અધિકારીઓની કચેરીએ પણ આંટા મારે છે પરંતુ ચેમ્બરમાં વ્યસ્ત રહેતા પોલીસ અધિકારીઓ બીજા અધિકારીઓ પર ઢોળી દેતા હોય છે. જેના કારણે સગાઈલીલાનો ભોગ બનેલા લોકોને ચલક ચલાણું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ એવું જણાવીને સમગ્ર પ્રકરણથી પોતાની જાતને દૂર કરે છે કે અગાઉ મોટા કેસમાં પોલીસે ખોટું કર્યું હોવાના કારણે ચીવટ રાખીને ફરિયાદ દાખલ કરીએ છીએ મોટા સાહેબની આ વાત બિલકુલ સાચી છે પરંતુ ફરિયાદીઓ હેરાન પરેશાન થાય છે તે એસી ચેમ્બરમાં બેઠેલા સાહેબને ક્યાંથી ખબર હોય? એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન અને બીજા પોલીસ સ્ટેશનથી બીજા ઉચ્ચ અધિકારી અને છેલ્લે ટોચના અધિકારીને મળ્યા પછી પણ ફરિયાદીઓને નિરાશ વચને જ પાછું ફરવાનું થાય છે.

4 1 ગુજરાત પોલીસની સગાઇલીલાથી ચિટરોને લીલા લહેર, કરોડોનું બૂચ મારતા મિ.નટવરલાલ બન્યા બિન્દાસ્ત

 ગુજરાત સરકાર પોલીસ મારફતે લોકોને ન્યાય અપાવવાની વાત કરે છે ત્યારે અનેક લોકોએ આ બાબતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ડીજીપી આશિષ ભાટિયાએ રજૂઆત કરી લોકોની વહારે આવવા અપીલ કરી છે અને જો પોલીસ ફરિયાદ લેવાનું ચાલુ કરશે તો ઠગાઈ છેતરપિંડી કરનારા લોકોમાં ફફડાટ વ્યાપશે અને કહેવાતા વાઈટ કોલર ક્રિમીનલ લો ભાગશે.. જોકે આ માટે દરેક શહેરના પોલીસ અધિકારીઓને યોગ્ય ડાયરેક્શન આપવાની જરૂર છે.