Not Set/ બિલકીસબાનુ ગેંગરેપ કેસ કસુરવાર પોલિસકર્મીઓ પર શું પગલાં લીધા તેનો ખુલાસો કરવા સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો

દિલ્હી ગુજરાતમાં 2002ના તોફાનો સમયે બહુ ચર્ચિત બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસમાં કસુરવાર પોલિસ અધિકારીઓ પર શું પગલાં લીધા તેનો ખુલાસો કરવા સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને કરવા જણાવ્યું છે.બિલ્કીસ બાનુ ગેંગરેપ કેસમાં જેના આરોપ છે તેવા પોલિસકર્મીઓ પર શું પગલાં લીધા છે તેનો ગુજરાત સરકારને ચાર અઠવાડિયામાં ખુલાસો કરવા જણાવ્યું છે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ […]

Gujarat
SUPREMECOURT બિલકીસબાનુ ગેંગરેપ કેસ કસુરવાર પોલિસકર્મીઓ પર શું પગલાં લીધા તેનો ખુલાસો કરવા સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો

દિલ્હી

ગુજરાતમાં 2002ના તોફાનો સમયે બહુ ચર્ચિત બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસમાં કસુરવાર પોલિસ અધિકારીઓ પર શું પગલાં લીધા તેનો ખુલાસો કરવા સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને કરવા જણાવ્યું છે.બિલ્કીસ બાનુ ગેંગરેપ કેસમાં જેના આરોપ છે તેવા પોલિસકર્મીઓ પર શું પગલાં લીધા છે તેનો ગુજરાત સરકારને ચાર અઠવાડિયામાં ખુલાસો કરવા જણાવ્યું છે.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના વડપણ હેઠળ જસ્ટીસ એ એમ ખાંડવીલકર, જસ્ટીસ ડી વાય ચંદ્રચુડની બેન્ચે બિલકીસ બાનોને વધારાનું વળતર મેળવવા પણ અપીલ કરવા જણાવ્યું છે.

જાન્યુઆરી 2008માં ટ્રાયલ કોર્ટ આ કેસમાં 11 આરોપીઓને દોષિત ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી હતી,જ્યારે પાંચ પોલિસકર્મી અને બે ડોક્ટરોને છોડી મુક્યા હતા.જો કે ટ્રાયલ કોર્ટના આ ચુકાદાને દોષિતોએ બોમ્બે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. બોમ્બે હાઇકોર્ટે રોજ 11 વ્યક્તિઓને આજીવન કેદની સજાને માન્ય રાખી હતી.જો કે પાંચ પોલિસ કર્મી સહિત બે ડોક્ટરોને છોડી મુકવાના ટ્રાયલ કોર્ટના ચુકાદાને ફગાવી દીધો હતો. જો કે જે પોલીસકર્મીઓ દોષિત ઠર્યા હતા તેઓ પહેલા જ પોતાની સજા ભોગવી ચૂક્યા હતા.તેથી તેમને  જેલ ભેગા નહોતા કરવામાં આવ્યા.જો કે તેમની નિમણુંકને પડકારવામાં આવી હતી.

માર્ચ 2002માં અમદાવાદથી 250 કિલોમીટર દુર રાધીકાપુર ગામમાં બિલકીસના પરિવાર પર ભીડે હુમલો કર્યો હતો. તે સમયે બિલકીસ 19 વર્ષની હતી અને 5 મહિનાની ગર્ભવતી હતી. તેની સાથે દોષિતોએ ગેંગરેપ કર્યો હતો. તેના પરિવારના 8 સભ્યોની હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસનો એક માસૂમ બાળક પણ સામેલ હતો. રેપ બાદ બિલકીસ સાથે મારપીટ થઈ હતી અને મૃત સમજીને તેને છોડી દેવાઈ હતી.