Surat/ વેસુમાં પિતાનાં ઠપકાથી માંઠુ લાગી જતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત

અનેક કિસ્સા બરાડી બરાડીને સાબિતી આપે છે કે, ભાર વિનાનું ભણતર ફક્ત અને ફક્ત એક તુક્કા સમાન વાત છે. સરકાર અને અનેક સંસ્થાઓ, તેમજ અનેક દિગ્ગજો આ ભાર વિનાનાં ભણતરનાં નામે

Gujarat Surat
Suicide.jpg1 વેસુમાં પિતાનાં ઠપકાથી માંઠુ લાગી જતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત

અનેક કિસ્સા બરાડી બરાડીને સાબિતી આપે છે કે, ભાર વિનાનું ભણતર ફક્ત અને ફક્ત એક તુક્કા સમાન વાત છે. સરકાર અને અનેક સંસ્થાઓ, તેમજ અનેક દિગ્ગજો આ ભાર વિનાનાં ભણતરનાં નામે તરી ગઇ અને વિદ્યાર્થીઓ આજે પણ ભણતરનાં ભારને કદાચ વેઠી શકતા નથી અને માટે જ વિદ્યાર્થીઓની આત્મહત્યાના પગલે વળી રહ્યા છે. આજે પણ સુરતમાં એક વિદ્યાર્થીને ભણતરનો ભાર જીંદગીનાં ભાર કરતા વધુ લાગ્યો અને આત્મહત્યા કરી પોતાની જીંદગી ટુંકાવી દીધી.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતમાંથી સમગ્ર વાલીઓ માટે ચોંકાવનારો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરનાં પોષ ગણાતા વેસુમાં ધો.10 ના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામ આવી છે. આત્મહત્યાનાં આ બનાવમાં ફક્ત વાત એટલી જ હતી કે, પિતાએ વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો. અભ્યાસને લઇને અને સાયકલ ચલાવવા બાબતને લઇને પિતાનો ઠપકો વિદ્યાર્થીને એટલો તે લાગી આવ્યો કે કશું વિચાર્યા વીના આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થી ધો.10માં અભ્યાસ કરતો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…