Not Set/ બેકાબુ કોરોના..!! રાજ્યમાં કુલ સંક્રમીતોની સંખ્યા 2 લાખની નજીક, આજે નોધાયા આટલા નવા કેસ …

ગુજરાત રાજ્યમાં કોરોનાએ ફરીએકવાર ફૂંફાળો માર્યો છે. રાજ્યમાં દિવાળી બાદ કોરોના બોમ્બ ફૂટ્યા જેવી પરિસ્થિતિ છે. ગુજરાતમાં ફરી ભયજનક પરિસ્થિતિ બનતા સરકાર દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં

Top Stories Gujarat Others
nitin patel 41 બેકાબુ કોરોના..!! રાજ્યમાં કુલ સંક્રમીતોની સંખ્યા 2 લાખની નજીક, આજે નોધાયા આટલા નવા કેસ ...

ગુજરાત રાજ્યમાં કોરોનાએ ફરીએકવાર ફૂંફાળો માર્યો છે. રાજ્યમાં દિવાળી બાદ કોરોના બોમ્બ ફૂટ્યા જેવી પરિસ્થિતિ છે. ગુજરાતમાં ફરી ભયજનક પરિસ્થિતિ બનતા સરકાર દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં રાત્રી કર્ફ્યું નાખવામાં આવ્યો છે. જયારે અમદાવાદમાં નાખેલા સતત 57 કલાકનો કર્ફ્યું આવતી કાલે સવારે ૬ વાગ્યે પુય્ર્ણ થશે. પરંતુ રાત્રી કર્ફ્યું યથાવત રહેશે.

આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1495 કેસ નોંધાયા છે. જેસાથે રાજ્યમાં નોધાયેલા કુલ કેસની સંખ્યા 197412 ઉપર પહોચી છે.

તો સાથે છેલ્લા 24 કલાકમાં 1167 દર્દીઓ સાજા થયા છે અને રજા આપવામાં આવી છે. જે રાજ્યમાં અત્યાર સુધી કુલ સ્વસ્થ્ય થયેલા દર્દીઓની સંખ્યા 1,79,953 પર પહોચી છે. આજે 13 દર્દીઓના કોરોનાને કારણે મોત થતા કુલ મૃત્યુઆંક 3859 પર પહોંચ્યો છે.  હાલમાં રાજ્યમાં હાલમાં 13600 એક્ટિવ કેસ છે.

*છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગત *

અમદાવાદ        341

સુરત              266

વડોદરા            166

ગાંધીનગર        94

ભાવનગર         23

બનાસકાંઠા        28

આણંદ             15

રાજકોટ            145

અરવલ્લી         15

મહેસાણા           60

પંચમહાલ         24

બોટાદ             3

મહીસાગર         20

ખેડા               23

પાટણ             30

જામનગર         40

ભરૂચ              13

સાબરકાંઠા         21

ગીર સોમનાથ     14

દાહોદ              15

છોટા ઉદેપુર       3

કચ્છ               31

નર્મદા             8

દેવભૂમિ દ્વારકા    4

નવસારી           4

જૂનાગઢ           27

પોરબંદર          2

સુરેન્દ્રનગર        16

મોરબી             15

તાપી              12

અમરેલી           17