ગજબ/ શું તમે જોયો હસતો સૂર્ય? નાસાએ જાહેર કરી તસવીર, હોઈ શકે છે સંકટનો સંકેત

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના સેટેલાઇટે સૂર્યની એવી તસવીર લીધી છે, જેમાં હમેશાં ધકધકતો જોવા મળતો સૂર્ય પણ હસતો જોવા મળે છે.

Top Stories World
સૂર્ય

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના સેટેલાઇટે સૂર્યની એવી તસવીર લીધી છે, જેમાં હમેશાં ધકધકતો જોવા મળતો સૂર્ય પણ હસતો જોવા મળે છે. જો કે તસ્વીરમાં દેખાતા સૂર્યના આ સ્વરૂપને નિષ્ણાતોએ ચેતવણી પણ ગણાવી છે. નાસાએ તેના ટેલિસ્કોપની મદદથી આ તસવીર લીધી છે.

તેમણે કહ્યું છે કે શનિવારે સૂર્યથી પૃથ્વી તરફ અલ્ટ્રાવાયોલેટ કિરણોનો હુમલો થઈ શકે છે. ધ ગાર્ડિયને SpaceWeather.comને ટાંકીને કહ્યું કે નાસાની સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ સૂર્યને હસતા કેમેરામાં કેદ કર્યો. અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં દેખાતા સૂર્ય પરના ડાર્ક સ્પોટ્સ કોરોનલ હોલ તરીકે ઓળખાય છે. તે એવા વિસ્તારો છે જ્યાં અવકાશમાં મજબૂત સૌર પવનો ફૂંકાય છે.બીજી તરફ, નાસાએ આ તસવીર જાહેર કરી ત્યારથી ઓનલાઇન વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા લોકોએ તેની સરખામણી ભૂતિયા માસ્ક, કેટલાક સિંહો અને કેટલાક બાળકોના શો ટેલિટુબી સાથે કરી છે.

આ તસવીર 26 ઓક્ટોબરની છે. આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થયા બાદ લોકો અલગ-અલગ રીતે કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ ટ્વિટર પર લખ્યું કે હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે સૂરજ બિસ્કિટ છે. વ્યક્તિએ સૂર્ચની તસવીર સાથે મીની બીએન બિસ્કિટની તસવીર પણ શેર કરી છે. ઘણા લોકોએ ચિત્ર પણ થોડું બદલ્યું. ટ્વિટર પર એક હસતા વ્યક્તિએ સૂરજને સિંહનું રૂપ આપ્યું.

આ પણ વાંચો:અમરાવતીમાં મોટો અકસ્માત: જૂની ઈમારત ધરાશાયી થતાં ચારનાં મોત, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

આ પણ વાંચો:રોહિત શર્માએ મેદાનમાં ઉતરતાની સાથે જ રચ્યો ઈતિહાસ, T20 વર્લ્ડ કપમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો

આ પણ વાંચો: PM મોદીએ ગુજરાતને આપી વધુ એક ભેટ, વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો કર્યો શિલાન્યાસ