સાંજના મોટા સમાચાર અનુસાર મોરબીમાં ઝુલતો પુલ તૂટતા અનેક લોકો નદીમાં પડયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાજપના પૂર્વ ધરાસભ્યનો દાવો છે કે 60 લોકોના મૃતદેહ બહાર નીકળવામાં આવ્યા છે.મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યા લોકોનો જીવ બચવવા નદીમાં પડ્યા.
મોરબીમાં ત્રણ દિવસ પહેલા જ આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પહેલા રવિવારે જ લોકો મોટી સંખ્યામાં આ પુલને જોવા માટે આવી પહોંચ્યા હતા.જો કે મોડી સાંજે આ બ્રિજ તુટી પડતા અનેક લોકો નદીમાં પટકાયા હતા. હાલ તો સ્થાનિક ફાયર તંત્ર અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા રાહત અને બચાવકાર્ય ચલાવવામાં આવી રહ્યું છે.
મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો.
આ પુલ 2 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો…
નવા વર્ષ નિમિત્તે મોરબીના કેબલ બ્રિજને દર્શકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તે જ સમયે, 2 કરોડના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જો કે રિનોવેશન બાદ પણ હવે આટલી મોટી દુર્ઘટના સર્જાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો. જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ છે અને આ પુલ જર્જરીત હતો. માટે ઝૂલતો પુલ સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ હતો. જો કે, બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં નુતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસે તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે કરી હતી.
ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો નદીમાં પડેલા લોકોને કાઢીને તેમને ખભા પર નાખીને દોડી રહ્યા છે. આ ચોમાસામાં વરસાદ પણ સારો થયો હોવાથી મચ્છુ નદીમાં ભરપૂર પાણી હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું હતું કે, “મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ઘાયલોની તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ બાબતે હું જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છું.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદીએ મોરબી અકસ્માત અંગે મારી સાથે વાત કરી હતી અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. PM એ સમગ્ર પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને બચાવ કામગીરી અંગે તંત્રને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું છે.
પીએમ મોદીએ ગુજરાતના સીએમ સાથે વાત કરી
તે જ સમયે, વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં થયેલા અકસ્માત અંગે ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે. તેમણે બચાવ કામગીરી માટે ટીમોને તાત્કાલિક એકત્ર કરવા, પરિસ્થિતિ પર નજીકથી અને સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ આપવા જણાવ્યું હતું.
આ પણ વાંચો:આમિર ખાનની મમ્મી હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે તેમની હાલત?
આ પણ વાંચો: કેમ ભારતની જીત માટે પ્રાર્થના કરશે પાકિસ્તાન, શું છે ગ્રુપ Aમાં સેમીફાઈનલનું ગણિત