Not Set/ IISc બેંગલુરુમાં ફાટ્યું હાયડ્રોજન સિલીન્ડર : એક વૈજ્ઞાનિકનું મોત, ત્રણ ઘાયલ

કર્ણાટકની રાજધાની બેંગલુરુ સ્થિત પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં (IISc) થયેલા ધમાકામાં એક વૈજ્ઞાનિકનું મોત થઇ ગયું છે. બુધવારે બપોરે લગભગ 2 વાગ્યે હાઇડ્રોજન સિલિન્ડરમાં આ બ્લાસ્ટ થયો હતો. બેંગલુરુ પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ધમાકો એટલો તેજ હતો કે 27 વર્ષના એક રિસર્ચર મનોજ કુમારનું મોત થયું છે અને […]

Top Stories India
471529 iisc bangalore IISc બેંગલુરુમાં ફાટ્યું હાયડ્રોજન સિલીન્ડર : એક વૈજ્ઞાનિકનું મોત, ત્રણ ઘાયલ

કર્ણાટકની રાજધાની બેંગલુરુ સ્થિત પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં (IISc) થયેલા ધમાકામાં એક વૈજ્ઞાનિકનું મોત થઇ ગયું છે. બુધવારે બપોરે લગભગ 2 વાગ્યે હાઇડ્રોજન સિલિન્ડરમાં આ બ્લાસ્ટ થયો હતો. બેંગલુરુ પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ધમાકો એટલો તેજ હતો કે 27 વર્ષના એક રિસર્ચર મનોજ કુમારનું મોત થયું છે અને અન્ય ત્રણ રિસર્ચર ગંભીર રૂપે ઘાયલ થયા છે. આ ધમાકો એરોસ્પેસ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટની એક પ્રયોગશાળામાં થયો હતો. રિસર્ચર યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જયારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

આ મામલે પ્રયોગશાળાના અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનાસ્થળે ગેસ અથવા આગની કોઈ જાણકારી નથી મળી. પરંતુ ધમાકો એટલો તેજ હતો કે, રિસર્ચર મનોજ પ્રયોગશાળાની દીવાલ તરફ ઉછળ્યા હતા.