Not Set/ SBI ની ચેકબુક થઈ જશે ‘બેકાર’, 12 ડિસેમ્બરથી બંધ થશે સ્ટેટ બેંકની વધુ એક સેવા

નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહકોની માટે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર છે. આગામી તા. 12 ડિસેમ્બરથી SBI ની વધુ એક સેવા બંધ કરવામાં આવી રહી છે. જો તમારું એકાઉન્ટ એસબીઆઈમાં છે તો તમને પણ તેની અસર થઈ શકે છે. હકીકતમાં એસબીઆઈ સતત પોતાના બેંકિંગ સિસ્ટમમાં ફેરફાર અને બદલાવ […]

Top Stories India Trending Business
SBI large SBI ની ચેકબુક થઈ જશે ‘બેકાર’, 12 ડિસેમ્બરથી બંધ થશે સ્ટેટ બેંકની વધુ એક સેવા

નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહકોની માટે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર છે. આગામી તા. 12 ડિસેમ્બરથી SBI ની વધુ એક સેવા બંધ કરવામાં આવી રહી છે.

જો તમારું એકાઉન્ટ એસબીઆઈમાં છે તો તમને પણ તેની અસર થઈ શકે છે. હકીકતમાં એસબીઆઈ સતત પોતાના બેંકિંગ સિસ્ટમમાં ફેરફાર અને બદલાવ કરી રહી છે. આ કારણ છે કે, છેલ્લા કેટલાક સમયમાં પણ એસબીઆઈએ પોતાની કેટલીક સેવાઓને બંધ કરી છે.

હવે આગામી તા. 12 ડિસેમ્બરથી એસબીઆઈની જૂની ચેકબુક બેકાર થઈ જશે. તેના બદલે નવી ચેકબુક રજૂ કરવામાં આવી રહી છે. જો તમે પણ ચેકથી લેવડ-દેવડ કરતા હો તો આગામી તા. 12 ડિસેમ્બરની પહેલાં તેને બદલાવી લેજો.

શું છે કે સમગ્ર મામલો

હકીકતમાં, આરબીઆઈના નિર્દેશો મુજબ બેંક (એસબીઆઈ) આગામી વર્ષ એટલે કે, તા. 1 જાન્યુઆરી 2019થી નોન-સીટીએસ ચેકને ક્લીયર કરશે નહિ.

એસબીઆઈએ પોતાના ગ્રાહકોની માટે આ માટેની ડેડલાઇન (સમય મર્યાદા) તા. 12 ડિસેમ્બર, 2018 રાખી છે. એસબીઆઈએ ચેકબુક સરેન્ડર (જમા) કરાવવા માટે અને નવી ચેકબુક રજૂ કરવા માટે ગ્રાહકોને મેસેજ મોકલવાનું શરુ કરી દીધું છે.

બેન્ક દ્વારા મોકલાવેલા એક મેસેજ મુજબ નોન સીટીએસ ચેકને આગામી મહિનાથી સ્વીકારવામાં આવશે નહિ. તા. 12 ડિસેમ્બર પછીથી ફક્ત સીટીએસ ચેક ક્લીયર થશે. જયારે બીજી તરફ બીજી સરકારી અને ખાનગી બેંકોમાં આ નિયમ આગામી તા. 1 જાન્યુઆરી 2019થી અમલી બનશે.

નવી ચેક બુક રજૂ કરશે બેંક

આરબીઆઈએ આશરે ત્રણ મહિના અગાઉ બેંકોને નિર્દેશ આપ્યા હતા કે, તા. 1, જાન્યુઆરી 2019થી નોન-સીટીએસ ચેકબુકને સંપૂર્ણ રીતે બંધ કરી દે.

આરબીઆઈના નિર્દેશનું પાલન કરતા બેંકોએ પોતાના ગ્રાહકોને નોન સીટીએસ ચેકબુક બદલાવવા માટેનો અનુરોધ કર્યો છે. બેંક નોન સીટીએસ ચેકને લેવાનું સંપૂર્ણ રીતે બંધ કરવા જઈ રહી છે. ગ્રાહકોને પોતાની જૂની ચેકબુક સરેન્ડર કરાવીને નવી ચેક બુક લેવાની રહેશે.

શું છે CTS ચેક

CTS (સીટીએસ) એટલે કે ચેક ટ્રાંજેક્શન સિસ્ટમ, આ સિસ્ટમ અંતર્ગત ચેકની ઇલેક્ટ્રોનિક ઈમેજ કેપ્ચર થઈ જાય છે અને ફિજિકલી ચેકને ક્લીયરન્સની માટે એક બેન્કમાંથી બીજી બેંકમાં મોકલવા માટેની જરૂરિયાત નથી હોતી.

હકીકતમાં, સીટીએસ ચેકને વટાવવા (કેશ) કરવાનું કામ ઝડપથી થાય છે. આ વ્યવસ્થામાં ચેકને કલીયરન્સની માટે એક બેંકમાંથી બીજી બેંકમાં લઈ જવાની કે મોકલવાની જરૂરિયાત પડતી નથી. જેનાથી ગ્રાહકોને વધુ સારી સુવિધા પણ ઉપલબ્ધ કરાવી શકાય છે.

PNB એ પણ નક્કી કરી ડેડલાઇન

પંજાબ નેશનલ બેંક (PNB)એ પણ પોતાના ગ્રાહકોને નોન સીટીએસ ચેક બુક પરત આપીને તેના સ્થાને નવી ચેક બુક લેવા માટે જણાવવામાં આવ્યું છે. બેંક જાન્યુઆરીથી નોન સીટીએસ ચેક સ્વીકાર કરશે નહિ. પીએનબીએ સૂચના જાહેર કરીને કહ્યું છે કે, નોન સીટીએસ સુવિધાના ચેક તા. 1 જાન્યુઆરી 2019થી કલીયરન્સની માટે મોકલવામાં આવશે નહિ.

ખર્ચમાં ઘટાડો આવશે

આપણે જણાવી દઈએ કે નોન સીટીએસ ચેકને કમ્પ્યુટર રીડ કરી (વાંચી) શકતું નથી. એટલા માટે તેને ફિજિકલી એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં મોકલવામાં આવે છે.

આ કારણોસર ચેકને ડ્રોપ બોક્સમાં નાખ્યા પછી તેના ક્લીયરન્સમાં ઘણો સમય લાગે છે. સાથોસાથ બેંકોને આ વ્યવસ્થા માટે વધારે ખર્ચ કરવો પડે છે. ચેકને ફિજિકલી મોકલવાની ઝંઝટ ખતમ થવાથી ખર્ચમાં પણ ઘટાડો આવશે.

આરબીઆઈ દ્વારા બેંકોને અગાઉથી આ નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે, તેઓ ફક્ત સીટીએસ-2010 સ્ટાન્ડર્ડ ચેક વાળી જ ચેક બુક ઈશ્યુ કરે.