AAP/ મનીષ સિસોદિયાની ધરપકડ બાદ કેજરીવાલ સામે મોટું સંકટ, હવે દિલ્હીના બજેટનું શું?

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના રિમાન્ડ પર નિર્ણય આવ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને 5 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો છે. આ સાથે કોર્ટે કહ્યું છે કે…

Top Stories India
Manish Sisodia Arrest

Manish Sisodia Arrest: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના રિમાન્ડ પર નિર્ણય આવ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને 5 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો છે. આ સાથે કોર્ટે કહ્યું છે કે સિસોદિયાને 4 માર્ચની બપોરે ફરી એકવાર હાજર કરવામાં આવે. જણાવી દઈએ કે CBIએ પાંચ દિવસની કસ્ટડી માંગી હતી. CBIનું કહેવું છે કે સિસોદિયા સવાલોના જવાબ નથી આપી રહ્યા અને તપાસમાં સહકાર આપી રહ્યા નથી. CBIનું કહેવું છે કે, આ સમગ્ર મામલો પ્રોફિટ માર્જિન સાથે જોડાયેલો છે.

સિસોદિયા 18 વિભાગો સંભાળતા હતા

જણાવી દઈએ કે ડેપ્યુટી સીએમ સિસોદિયા પાસે દિલ્હી સરકારમાં શિક્ષણ, નાણા અને ગૃહ સહિત 33 માંથી 18 વિભાગ છે. મનીષ સિસોદિયાની ધરપકડ પછી દિલ્હી સરકાર બજેટ સત્રને લઈને સંભવિત સંકટ જોઈ રહી છે કારણ કે મોટાભાગના અને સૌથી મહત્વપૂર્ણ વિભાગો સિસોદિયા પાસે છે. દિલ્હી સરકારની વેબસાઇટ અનુસાર કુલ 33 વિભાગો છે, જેમાંથી સિસોદિયા પાસે 18 પોર્ટફોલિયો છે, જેમાં આરોગ્ય, શિક્ષણ, જાહેર બાંધકામ વિભાગ (PWD), સેવાઓ, નાણાં, પાવર, ગૃહ અને શહેરી વિકાસનો સમાવેશ થાય છે. તેઓ અન્ય વિભાગોનો પણ હવાલો સંભાળે છે જે કોઈ મંત્રીને ખાસ ફાળવવામાં આવ્યા નથી.

AAPના 6માંથી 2 કેબિનેટ મંત્રીઓની ધરપકડ

કેજરીવાલ સામે સૌથી મોટું સંકટ એ છે કે વિધાનસભામાં દિલ્હી સરકારનું બજેટ કોણ રજૂ કરશે? દિલ્હી સરકારનું બજેટ રજૂ કરવાની જવાબદારી માત્ર ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર છે અને થોડા દિવસોમાં આ વર્ષનું બજેટ રજૂ કરવાનું છે પરંતુ હવે મનીષ સિસોદિયા જેલમાં ગયા બાદ દિલ્હી સરકાર માટે રૂપરેખા બનાવવી સરળ નથી. હવે એક સંકટ એ પણ છે કે દિલ્હી સરકારના 7 સભ્યોના મંત્રીમંડળના 6માંથી 2 મંત્રીઓની ધરપકડ કરવામાં આવી છે.

શું મહેસૂલ મંત્રી બજેટ રજૂ કરશે?

ગયા વર્ષે જૂનમાં દિલ્હીના તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ પહેલા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ગેરહાજરી પછી સીએમ કેજરીવાલ પાસે દિલ્હીમાં તેમના શાસનના એજન્ડાને લાગુ કરવા માટે કોઈ મજબૂત ચહેરો નથી. કેજરીવાલ માટે હવે પડકાર સમયસર દિલ્હી સરકારનું બજેટ રજૂ કરવાનો અને સિસોદિયાના સ્થાને નવો નેતા શોધવાનો છે. AAP સૂત્રોએ જણાવ્યું કે મહેસૂલ મંત્રી કૈલાશ ગેહલોત આગામી નાણાકીય વર્ષ માટે દિલ્હી સરકારનું બજેટ રજૂ કરે તેવી શક્યતા છે.

દારૂ કૌભાંડમાં CBIની ધરપકડ

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBIએ દારૂ કૌભાંડમાં ધરપકડ કરી છે. દારુ કૌભાંડમાં CBIનો આરોપ છે કે મનીષ સિસોદિયા, કે.કે. કવિતા, અભિષેક બોઈનાપલ્લી બધાની મહત્વની ભૂમિકાઓ હતી. આ બધાએ પુરાવાનો નાશ કરવા માટે ઘણી વખત ફોન બદલ્યા એટલું જ નહીં પરંતુ IMEI નંબર અને સિમ કાર્ડ પણ બદલ્યા. મનીષ સિસોદિયાએ પોતે 7 વખત મોબાઈલ સેટ અને સિમ કાર્ડ બદલ્યા હતા. આ મોબાઈલ ફોન અને સિમ સિસોદિયાના સેક્રેટરી દેવેન્દ્ર શર્માએ ખરીદ્યા હતા, દેવેન્દ્રની અગાઉ પણ પૂછપરછ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Excise Policy Case/મનીષ સિસોદિયાની વધી મુશ્કેલીઓ, કોર્ટે પાંચ દિવસના CBI રિમાન્ડ પર મોકલ્યા

આ પણ વાંચો: ભાવનગર/લગ્ન વિધિ વચ્ચે હાર્ટ એટેકથી દુલ્હનનું મોત, જાન ખાલી હાથે પછી ના જાય તે માટે પરિવારે લીધો આ મોટો નિર્ણય