Not Set/ પાકિસ્તાન અને ચીન પાસે છે આટલા પરમાણું બોમ્બ, પરંતુ ભારતનો છે દબદબો

એશિયાની ત્રણ મોટી તાકાત ભારત, પાકિસ્તાન અને ચીને એક વર્ષની અંદર પોતાના પરમાણું હથિયારોની સંખ્યામાં ધરખમ વધારો કર્યો છે. પરમાણું હથિયારોમાં પાકિસ્તાન ભારત કરતા આગળ નીકળી ગયું છે. જયારે ચીન પાસે બમણી સંખ્યામાં પરમાણું બોમ્બ છે. સોમવારના રોજ રજુ કરાયેલા વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ચીનના પરમાણું હથિયારોની સંખ્યામાં આ વર્ષે વધીને 280 થઇ ગઈ […]

Top Stories World Trending
indiannuclearmissileduringrepublicdayparade પાકિસ્તાન અને ચીન પાસે છે આટલા પરમાણું બોમ્બ, પરંતુ ભારતનો છે દબદબો

એશિયાની ત્રણ મોટી તાકાત ભારત, પાકિસ્તાન અને ચીને એક વર્ષની અંદર પોતાના પરમાણું હથિયારોની સંખ્યામાં ધરખમ વધારો કર્યો છે. પરમાણું હથિયારોમાં પાકિસ્તાન ભારત કરતા આગળ નીકળી ગયું છે. જયારે ચીન પાસે બમણી સંખ્યામાં પરમાણું બોમ્બ છે.

સોમવારના રોજ રજુ કરાયેલા વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ચીનના પરમાણું હથિયારોની સંખ્યામાં આ વર્ષે વધીને 280 થઇ ગઈ છે. જયારે ગત વર્ષે 270 હતી. ચીને ગયા વર્ષે પોતાની સેના પર 228 અબજ ડોલર ખર્ચ કર્યા હતાં જે અમેરિકાના 610 અબજ ડોલર બાદ સૌથી વધુ છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટી્યુટ (SIPRI)ના રિપોર્ટ પ્રમાણે પરમાણુ હથિયારોના સંબંધમાં પાકિસ્તાન હજી પણ ભારતથી આગળ છે. જ્યારે ભારતનું વલણ કોઇપણ એટમ હુમલા દરમિયાન પોતાની જાતને બચાવવા માટેની ક્ષમતા વધારવા તરફ છે. રક્ષા સંસ્થાનું માનવું છે કે તેમનું આ પગલું યોગ્ય દિશામાં છે.

રીપોર્ટના દાવા મુજબ

ભારત પાસે 130થી 140 પરમાણું બોમ્બ.

પાકિસ્તાન પાસે 140થી 150 પરમાણું બોમ્બ.

ચીન પાસે 280 જેટલા પરમાણું બોમ્બ છે.

ભારતની નીતિ ‘પહેલા પરમાણુ હથિયાર ન વાપરવાની નીતિ’ની રહી છે. તે છતાંપણ ભારતે પરમાણુ હથિયારમાં વધારો કર્યો છે.

સિપરી પ્રમાણે ભારતીય રક્ષા મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે ચીન અને પાકિસ્તાન તરફથી સતત આવતા પડકારોને કારણે અમારી પાસે પોતાની પરમાણુ ક્ષમતા વધારવા ઉપરાંત કોઇ રસ્તો બચ્યો નથી. અમે કોઇ પણ એટમી હુમલો થાય તો તેનો જવાબ આપવા માટે સક્ષમ રહેવાની તૈયારી કરી રહ્યાં છે.

દુનિયાના સૌથી મોટી પરમાણુ શક્તિઓ અમેરિકા અને રશિયાએ આ એક વર્ષમાં પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા ઓછી કરી છે. અમેરિકાએ પોતાના પરમાણુની સંખ્યા 6800થી ઘટાડીને 6480 કરી દીધી છે. જ્યારે રશિયાએ 7000થી ઓછી કરીને 6850 કરી દીધી છે.

રિપોર્ટના કહ્યા પ્રમાણે ભારત અને પાકિસ્તાન પોતાના પરમાણું હથિયારોના ભંડારમાં વધારો કરી રહ્યા છે અને નવી જમીન, દરિયો અને હવામાં  માર કરી શકે તેવી મિસાઈલ સિસ્ટમોમાં વિકાસ કરી રહ્યા છે. તો બીજી બાજુ ચીન પણ પોતાના પરમાણું હથિયારોના ભંડારોમાં ધીરે ધીરે વધારો કરી રહ્યું છે.