Not Set/ ED એ કહ્યું, અહમદ પટેલના ઘરે રૂ. 25 લાખની લાંચ પહોંચાડવામાં આવી હતી

નવી દિલ્હીઃ ગુજરાતના નહીં પરંતુ રાષ્ટ્રીય કોંગ્રેસના એક કદાવર નેતાને ટૂંક સમયમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસના ધક્કા ખાવાનો વારો આવી શકે તેવી સંભાવના છે. ED (ઇડી) એ દિલ્હીની એક કોર્ટને જણાવ્યું છે કે તેમની પાસે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તેમજ રાજ્યસભામાં ગુજરાતના સાંસદ અહમદ પટેલના ઘરે રૂ. 25 લાખ પહોંચાડવામાં આવ્યા હોવાના પુરાવા ઉપલબ્ધ છે. […]

Top Stories Ahmedabad Gujarat Vadodara India Trending Politics
ED Says Rs. 25 Lakh Send to Congress MP Ahmed Patel’s Official Resident

નવી દિલ્હીઃ ગુજરાતના નહીં પરંતુ રાષ્ટ્રીય કોંગ્રેસના એક કદાવર નેતાને ટૂંક સમયમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસના ધક્કા ખાવાનો વારો આવી શકે તેવી સંભાવના છે. ED (ઇડી) એ દિલ્હીની એક કોર્ટને જણાવ્યું છે કે તેમની પાસે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તેમજ રાજ્યસભામાં ગુજરાતના સાંસદ અહમદ પટેલના ઘરે રૂ. 25 લાખ પહોંચાડવામાં આવ્યા હોવાના પુરાવા ઉપલબ્ધ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, સાંસદ અહમદ પટેલને આ રકમ લાંચના સ્વરૂપે પહોંચાડવામાં આવી હતી.

ઇડી દ્વારા શુક્રવારે દિલ્હીની કોર્ટમાં રંજીત મલિક નામના એક વ્યક્તિની 15 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. તપાસ એજન્સી ઇડીને તેની પૂછપરછ દરમિયાન આ જાણકારી મળી હતી. એજન્સી દ્વારા રંજીત મલિકની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસનો સંબંધ ગેરકાયદે રીતે રૂ. 5000 કરોડની લોન મેળવનારી ગુજરાતની સ્ટરલિંગ બાયોટેક કંપની વિરુદ્ધ કરવામાં આવી રહેલી સીબીઆઈ તપાસ સાથે જોડાયેલો છે.

દિલ્હીની કોર્ટમાં દલીલ દરમિયાન તપાસ એજન્સી ઇડીએ કહ્યું હતું કે, તેણે રાકેશ ચંદ્રા નામના એક વ્યક્તિનું નિવેદન નોંધ્યું છે. આ નિવેદનમાં રાકેશ ચંદ્રાએ સ્વીકાર્યું હતું કે, તેણે આ પૈસા પહોંચાડ્યા હતા. તેણે રંજીત મલિકના કહેવા પર આ પૈસા પહોંચાડ્યા હતા. નિવેદનમાં રાકેશના જણાવ્યા મુજબ આ રકમ દિલ્હીના 23, મધર ટેરેસા, ક્રેસેન્ટ રોડ પર પહોંચાડવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્થળ એ કોંગ્રેસના નેતા અહમદ પટેલનું સત્તાવાર નિવાસસ્થાન છે. ઇડીએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે, તેમની પાસે આ આક્ષેપ સાબિત કરવા માટે ફોન પર થયેલી વાતચીતના રેકોર્ડિંગ સહિતના પુરાવાઓ છે.

ઇડી તરફથી અહમદ પટેલનું કોઈ મની લોન્ડરિંગ કેસમાં લેવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ બનાવ નથી. આ અગાઉ પણ એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે, તેમના પુત્ર અને જમાઇ પણ આ કેસમાં સંડોવાયેલા છે.

અહમદ પટેલની ઓફિસ તરફથી એક ટીવી ચેનલને કહેવામાં આવ્યું હતું કે, “અગસ્તા વીઆઈપી ચોપર કેસની જેમ તેમના પર લગાવવામાં આવેલા આ આરોપ પણ પાયોવિહોણા છે.” જો કે, અહમદ પટેલની ધરપકડ અંગે ઇડી દ્વારા કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2011 માં ગુજરાતની કંપની સ્ટરલિંગ બાયોટેક પર દરોડા દરમિયાન એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં કથિત રીતે નેતાઓ, આવકવેરા અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પૈસાની ચૂકવણી કરવામાં આવી હોવાનું વિવરણ હતું.