Ahmedabad News: કહેવાય છે ને કે, દરકે વ્યક્તિમાં કોઈને કોઈ હૂનર છુપાયેલો જ હોય છે, માટે જરૂર હોય છે તો તેને સમજવાની અને ઓળખવાની. કોઈ પોતાના હૂનરને ઓળખી લે છે તો કોને એ સમજવામાં સમય લાગી જાય છે. આજે અમે તમને એક એવા PI વિશે જાણવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના હૂનરને સમય પહેલા જ ઓળખી લીધો અને તેમાં પોતાનો જે બેસ્ટ હતું એ આપ્યું જો કે, નોકરીમાં વ્યસ્ત થયા બાદ તેઓએ તેમના ફોટોગ્રારના હૂનરને બ્રેક આપ્યો હતો…તો આવો જાણીએ કોણ છે આ PI…..
અમે વાત કરી રહ્યા છીએ મનોહર સિંહ વાઘેલા જેઓ હાલ અસલાલી પોલીસ સ્ટેશનમાં PI છે. 2010 બેચ ના પોલીસ અધિકારી,એમ એસ સી ઓ(ઝૂઓલોજિ સ્કૂલ ઓફ સાઇન્સ ગુજરાત યુનિવર્સિટી 2008 -2009 માં PSIની તૈયારી ચાલતી હતી. ત્યારે તેઓને અચાનક ફોટોગ્રાફીનો શોખ જાગ્યો. અભ્યાસનો વિષય ઝૂઓલોજિ હોવાથી પશુ પક્ષીઓના ફોટા પાડવાની શરૂઆત કરી. થોર, રિંગરોડ , ગાંધીનગર,નળસરોવર વગેરે ઠેકાણે પક્ષીઓની વધારે પ્રમાણમાં હાજરીને પગલે ફોટોગ્રાફી કરી. તે સમયે પોતાનો કેમેરા ન હતો.આથી તેમના અભ્યાસમાં PHD થયેલા સરનો કેમેરા ઉપયોગમાં લેતા અને તેના દ્વારા ફોટો પડતાં હતા.
2008 -9 માં કોલેજમાં વાઇલ્ડ લાઈફ પ્રોજેક્ટ હેઠડ ગીરના જંગલમાં પહેલીવાર સિંહના ફોટા પડયા. તથા અજાણ્યા પક્ષીઓના પણ ફોટા પાડયા. PSI તરીકે સિલેકટ થાય બાદ નોકરીના બોજને કારણે ફોટો ગ્રાફી બંધ થઈ. પરંતુ નલિયામાં વિવિધ પશુ પક્ષીઓના ફોટોગ્રાફ પાડવાનો મોકો મળ્યો.
તે સિવાય જામનગર અને બેટ દ્વારકામાં પણ નવી જ પ્રજાતિના પક્ષીઓ જોવા મળતા ફોટો ગ્રાફીનો શોખ વધ્યો. લિટલ રણ ઓફ કચ્છમાં જ્યારે તેઓ એ.સી.બીમાં ફરજ બજાવતા હતા ત્યારે જ બે ત્રણ વાઇલ્ડ લાઈફ ફોટો ગ્રાફર સાથે મુલાકાત થઈ. તેમની પાસેના કેમેરાથી ફોટોગ્રાફી કરી અને તેમની પાસે થી કેવી રીતે ફોટો ગ્રાફી કરવી તે શીખવા મળ્યું.
એક વખત જૂનાગઢમાં કેરીનો વ્યવસાય કરતાં ખેડૂતોએ મનોહર સિંહ વાઘેલાનો સંપર્ક કર્યો હતો. અગાઉ મનોહર સિંહ વાઘેલાએ આંબા નીચે બેઠેલા બે સિંહનો ફોટો પાડ્યો હતો. આ બે સિંહની વચ્ચે માથા પર કેરી લટકી રહી હતી. આ અદભૂત ક્ષણ મનોહર સિંહ વાઘેલાએ પોતાના કેમેરામાં ધીરજ અને ડર વિના ક્લિક કરી હતી. જેને પગલે કેરિના ખેડૂતોએ આ ફોટો ગ્રાફ્સની મો માગી કિમત ચૂકવવા તૈયારી બતાવી હતી. પરંતુ અલગારી જેવા વાઘેલાએ ફોટો ગ્રાફી ફક્ત પોતાનો શોખ હોવાથી આ ફોટો વેચવાની મનાઈ કરી દીધી હતી. અત્યાર સુધીમાં વાઘેલા પાસે 20 હજારથી વધુ ફોટો ગ્રાફ્સનું કલેક્શન છે તેમાંથી ચાર હજાર ફોટો ઉડીને આંખે વડગે તેવા છે.
વાઇલ્ડ લાઈફ શરૂઆત થી જ ગમતી હોવાથી મનોહર સિંહ વાઘેલાએ ઝૂ ઓ લોજીમાં બીએસસી અને પછી એમ એસ સી કર્યું હતું. પોલીસની ભાગદોડ વળી લાઈફ ઉજાગરા વચ્ચે તણાવ પૂર્ણ જિન્દગી થી છુટકારો મેળવવા ફોટો ગ્રાફીનો શોખ કેળવ્યો હતો.
દરેક વ્યક્તિને પોતાની જિંદગીમાં એક શોખ હોવો જોઈએ. એવું માનતા મનોહર સિંહ વાઘેલાએ ફોટોગ્રાફીને પોતાના શોખ સાથે માનસિક શાંતિ મળે તે રીતે વિકસાવ્યો છે.
આ પણ વાંચો:રાજકોટમાં કોણે કર્યું યૌન”શોષણ…
આ પણ વાંચો:અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓની હવે ખેર નથી,ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ
આ પણ વાંચો:પ્રેમીને વીડિયો કોલ કરી પ્રેમિકાએ કર્યું અગ્નિસ્નાન, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ
આ પણ વાંચો:અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓની હવે ખેર નથી,ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ
આ પણ વાંચો:SG હાઈવે પર કારના શો-રૂમમાં લાગી આગ, ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે