સૌરાષ્ટ્ર યુનિ.માં વધુ એકવાર વિવાદમાં/ રાજકોટમાં કોણે કર્યું યૌન”શોષણ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમ. જે. કુંડલીયા મહિલા કોમર્સ કોલેજના અધ્યાપક ડોક્ટર જ્યોતીન્દ્ર જાની વિરુદ્ધ સાત દિવસમાં પગલાં લેવા આદેશ કરવામાં આવ્યો છે.

Gujarat Rajkot Trending
Mantavyanews 12 3 રાજકોટમાં કોણે કર્યું યૌન"શોષણ...
  • રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન કોલેજના પ્રોફેસર પર આક્ષેપ
  • પ્રોફેસર જ્યોતિન્દ્ર જાની પર યૌનશોષણનો આક્ષેપ
  • PH.Dની વિદ્યાર્થીનીએ કર્યો પ્રોફસર પર આક્ષેપ
  • ઓગસ્ટ 2023માં વિદ્યાર્થીનીએ કરી હતી રજુઆત
  • વિદ્યાર્થીનીએ કુલપતિને પત્ર લખી કરી હતી રજુઆત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક ગાઈડનું નામ યૌન શોષણના પ્રકરણમાં સામે આવ્યું છે. એમ. જે. કુંડલીયા મહિલા કોમર્સ કોલેજના અધ્યાપક ડોક્ટર જ્યોતિન્દ્ર જાની વિરુદ્ધ સાત દિવસમાં પગલાં લેવા આદેશ કરવામાં આવ્યો છે. યુવતીની ઈચ્છા વિરુદ્ધ તેણી સાથે સ્પર્શ કરવામાં આવ્યો હતો. તો સાથે જ યુવતીનું સન્માન ઘવાય તેવા શબ્દો પણ ઉચ્ચારવામાં આવ્યા હતા. તેમજ યુવતીને નોકરી અંગેના આર્થિક પ્રલોભનો આપી તેની સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું. કમિટીના રિપોર્ટના આધારે કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ કુંડલિયા કોલેજના પ્રોફેસર સામે દિવસ 7માં પગલાં લેવા એસ.ડી.આર.બી. હોમ સાયન્સ એન્ડ સ્વ. એમ. જે. કુંડલિયા અંગ્રેજી માધ્યમ મહિલા કોમર્સ કોલેજના સંચાલકોને આદેશ કર્યો છે.

સમગ્ર મામલે યુવતી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને ગત 25 ઓગસ્ટ 2023ના રોજ ફરિયાદ કરવામાં આવી હતી. જે અનુસંધાને 15 સપ્ટેમ્બર 2023 શુક્રવારના રોજ કમિટીની મિટિંગ મળી હતી. જે કમિટીની મિટિંગમાં સંબંધિત વિદ્યાર્થીનીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આજે સામે આવેલી આ ઘટના બાદ રાજકોટ NSUI ના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના યુવા આગેવાન દ્વારા કોલેજ ખાતે ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કોલેજના પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જો કડક કાર્યવાહી નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર પીએચડીની વિદ્યાર્થિનીએ કરેલી અરજી બાદ પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીની યોન શોષણમાં પ્રાથમિક સંડોવણી બહાર આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જ્યોતિન્દ્ર જાનીની ગાઈડશીપ હેઠળ પીએચડી કરતા તમામ વિદ્યાર્થીઓને પરત લઈ લીધા છે.

તેમજ તેઓને હવે પછી અલગ અલગ ગાઈડ ફાળવવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રોફેસર જ્યોતિન્દ્ર જાની સામે સમગ્ર કાર્યવાહી અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. તેમજ તમામ પુરાવાઓ તેમજ વિદ્યાર્થિનીનું વીડિયો રેકોર્ડિંગ કર્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની વિદ્યાર્થિનીના શોષણ કર્યાના વિવાદ અવારનવાર બન્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવું પહેલીવાર નથી બન્યું. બાયો-સાયન્સ ભવનના અધ્યક્ષ નિલેશ પંચાલ અને અર્થશાસ્ત્ર ભવનના અધ્યાપક રાકેશ જોશી આવા કારણે જ સસ્પેન્ડ થયા હતા. બન્ને સામે વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગણી કર્યાનો આક્ષેપ હતો. આ ઉપરાંત સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસરની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. જેમાં પ્રોફેસર વિદ્યાર્થિનીને Ph.D કરાવવા અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીરસુખની માગણી કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના પ્રોફેસર ડો. આનંદ ચૌહાણ સામે યુવતીએ કુલપતિને અરજી કરી જણાવ્યું હતું કે, વર્ષ 2007થી 2020 સુધી પ્રોફેસર દ્વારા તેમના પર દુષ્કર્મ કરાયું હતું.

આ પણ વાંચો:મહુવામાં આધેડને ઢોરે અડફેટે લેતાં મોત, તંત્ર સામે રોષ

આ પણ વાંચો:પ્રેમીને વીડિયો કોલ કરી પ્રેમિકાએ કર્યું અગ્નિસ્નાન, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ

આ પણ વાંચો:અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓની હવે ખેર નથી,ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ

આ પણ વાંચો:SG હાઈવે પર કારના શો-રૂમમાં લાગી આગ, ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે