Not Set/ હિમાલયા મોલ દ્વારા ફરી પાર્કિંગ ફી ઉઘરાવવાનું શરુ, ટ્રાફિક વિભાગના આદેશોનું ચીરહરણ

ગુજરાત હાઈકોર્ટ અને સત્તાધીશોના આદેશના ચીથરાં ઉડાવી શહેરના હિમાલયા મોલ દ્વારા ફરીથી પાર્કિંગ ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ જોતાં એવું લાગી રહ્યું છે કે, ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટના કડક આદેશનો અમલ થોડા સમય પુરતો જ હતો, હવે શહેરના મોલથી લઈ કોમ્પ્લેક્સો અને જાહેર માર્ગો પર ફરીવાર આડેધડ પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. […]

Top Stories Gujarat
himalaya mall હિમાલયા મોલ દ્વારા ફરી પાર્કિંગ ફી ઉઘરાવવાનું શરુ, ટ્રાફિક વિભાગના આદેશોનું ચીરહરણ

ગુજરાત હાઈકોર્ટ અને સત્તાધીશોના આદેશના ચીથરાં ઉડાવી શહેરના હિમાલયા મોલ દ્વારા ફરીથી પાર્કિંગ ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ જોતાં એવું લાગી રહ્યું છે કે, ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટના કડક આદેશનો અમલ થોડા સમય પુરતો જ હતો, હવે શહેરના મોલથી લઈ કોમ્પ્લેક્સો અને જાહેર માર્ગો પર ફરીવાર આડેધડ પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે.

હિમાલયા મોલ દ્વારા ફરી પાર્કિંગ ફી ઉઘરાવવાનું શરુ, ટ્રાફિક વિભાગના આદેશોનું ચીરહરણ

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને શહેર પોલીસ કમિશનરને હાઈકોર્ટે ઉધડો લઈને કડક આદેશ કરતા મોટા ઉપાડે ટ્રાફિક અને પાર્કિંગની ડ્રાઈવ કરી હતી. જેના કારણે ટ્રાફિક વિભાગ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા કે શોપિંગ મોલ્સ અને અન્ય સ્થળોએ વાહન પાર્કિંગના ચાર્જ વસુલવાની ફરિયાદ મળશે તો તેના જવાબદાર સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. આ ડ્રાઈવ માત્ર હાઈકોર્ટના આદેશ બાદ દેખાડો કરવા પુરતી હોવાનું પૂરવાર થઈ ગયું છે.

હિમાલયા મોલ દ્વારા ગઈકાલે એટલે કે 24 સપ્ટેમ્બરના રોજ કાર પાર્કિંગનો 20 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. શહેરના મોલ અને મલ્ટિપ્લેક્સમાં લેવાતા પાર્કિંગનો ચાર્જ સામે મ્યુનિ.એ રોક લગાવી નાગરિકો માટે પાર્કિંગ ફ્રી કરાવ્યા હતા.