Not Set/ બોલીવુડના આ એક્ટરે દારૂના નશામાં કર્યો અકસ્માત, પોલીસે કરી ધરપકડ

મુંબઈ રવિવારે રાત્રે ફિલ્મ અભિનેતા દલીપ તાહિલને મુંબઈ પોલીસે દારૂ પીને ગાડી ચલાવીને અકસ્માત કરવા  બદલ ધરપકડ કરી છે. નશામાં ધૂત દલીપે પોતાની ગાડીથી એક ઓટોરીક્ષાને ટક્કર મારી હતી. આ ઘટનામાં ઓટોરીક્ષામાં બેઠેલા એક યુવક અને યુવતી ઘાયલ થયા છે. એકસીડન્ટ કરીને દલીપે ભાગી જવાના પ્રયત્નો પણ કર્યા હતા પરંતુ ગણેશ વિસર્જનના લીધે ટ્રાફિક જામમાં […]

Trending Entertainment
maxresdefault 5 1 બોલીવુડના આ એક્ટરે દારૂના નશામાં કર્યો અકસ્માત, પોલીસે કરી ધરપકડ

મુંબઈ

રવિવારે રાત્રે ફિલ્મ અભિનેતા દલીપ તાહિલને મુંબઈ પોલીસે દારૂ પીને ગાડી ચલાવીને અકસ્માત કરવા  બદલ ધરપકડ કરી છે.

Image result for dalip tahil

નશામાં ધૂત દલીપે પોતાની ગાડીથી એક ઓટોરીક્ષાને ટક્કર મારી હતી. આ ઘટનામાં ઓટોરીક્ષામાં બેઠેલા એક યુવક અને યુવતી ઘાયલ થયા છે.

Dalip Tahil

એકસીડન્ટ કરીને દલીપે ભાગી જવાના પ્રયત્નો પણ કર્યા હતા પરંતુ ગણેશ વિસર્જનના લીધે ટ્રાફિક જામમાં તેઓ ભાગવામાં નિષ્ફળ રહ્યા. ઘાયલ યુવક અને યુવતીએ જબરદસ્તી દલીપને ગાડીની કાઢ્યા ત્યારબાદ દલીપે મારપીટ કરી હતી. આ ઘટના વિશે પોલીસને જણાવવામાં આવ્યું.

Image result for dalip tahil

આ ઘટનામાં શામેલ ૩ લોકોના પોલીસે મેડીકલ ટેસ્ટ કરાવ્યા. ત્યારબાદ એક્ટર દલીપ તાહિલને દારૂ પીને વાહન ચલાવવાના ગુનામાં ધરપકડ કરી છે.

ખર પોલીસના એક ઇન્સ્પેક્ટરના કહ્યા પ્રમાણે પહેલા દલીપે બ્લડ ટેસ્ટ કરાવવાની ના પડી દીધી હતી. હાલ તો દલીપ તાહિલને બેલ પર છોડાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે દલીપે અત્યાર સુધી બાઝીગર, રાજા, ઇશ્ક અને સોલ્જર જેવી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે.