elvish yadav/ એલ્વિશ યાદવની વધી મુશ્કેલીઓ, EDના સંકજામાં Bigg Boss OTT 2  વિજેતા YouTuber

Bigg Boss OTT 2 ના વિજેતા અને 26 વર્ષીય YouTuber સિદ્ધાર્થ યાદવ ઉર્ફે એલ્વિશ યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે.

Trending Entertainment
Beginners guide to 2024 05 04T125911.567 એલ્વિશ યાદવની વધી મુશ્કેલીઓ, EDના સંકજામાં Bigg Boss OTT 2  વિજેતા YouTuber

Bigg Boss OTT 2 ના વિજેતા અને 26 વર્ષીય YouTuber સિદ્ધાર્થ યાદવ ઉર્ફે એલ્વિશ યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. EDએ YouTuber અને કેટલાક અન્ય લોકો વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. સત્તાવાર સૂત્રોએ શનિવારે આ માહિતી આપી હતી.

મની લોન્ડરિંગનો મુદ્દો સાપના ઝેરના સપ્લાય સાથે સંબંધિત છે. કેન્દ્રીય એજન્સીએ ગયા મહિને ઉત્તર પ્રદેશમાં ગૌતમ બુદ્ધ નગર (નોઈડા) જિલ્લા પોલીસ દ્વારા એલ્વિશ અને અન્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અને ચાર્જશીટની નોંધ લીધા પછી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો છે.

EDના રડારમાં યાદવ

EDની ટીમ એલ્વિશ યાદવ અને આ કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોની પૂછપરછ કરી શકે છે. મની લોન્ડરિંગનો મામલો પાર્ટીઓમાં સાપના ઝેરની સપ્લાય સાથે સંબંધિત છે. હવે સમગ્ર મામલો EDની તપાસના દાયરામાં આવી ગયો છે.

યુટ્યુબર એલ્વિશ યાદવની નોઈડા પોલીસે 17 માર્ચે ધરપકડ કરી હતી. પાર્ટીઓમાં મનોરંજક દવા તરીકે સાપના ઝેરના ઉપયોગની તપાસના સંબંધમાં પોલીસે એલ્વિશની ધરપકડ કરી હતી. નોઈડા પોલીસે યુટ્યુબર સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડ (IPC)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પીપલ ફોર એનિમલ્સ (PFA), એક પ્રાણી અધિકાર એનજીઓએ ગયા વર્ષે 3 નવેમ્બરે નોઈડાના સેક્ટર 49 પોલીસ સ્ટેશનમાં એલ્વિશ યાદવ સહિત છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીએમ મોદીની આજે દરભંગામાં રેલી, ઝારખંડના પલામુ અને લોહરદગામાં પણ ચૂંટણી સભાને સંબોધસે

આ પણ વાંચો:ચૂંટણીના દરેક તબક્કા પછી મતદાનની ટકાવારીના આંકડા સમયસર જાહેર કરવા મહત્વપૂર્ણ છે: ચૂંટણી પંચ

આ પણ વાંચો:ઈન્દોરમાં એકતરફી ચૂંટણીમાં મતદાન વધવાના ડરથી કોંગ્રેસે બેઠક બોલાવી