helath/ હોળીના પાક્કા રંગથી થતા પિમ્પલ્સને દુર કરવાની રીત

હોળી પર ઘણા લોકો એવો પાક્કો રંગ લગાવતા હોય છે,

Trending Health & Fitness Lifestyle
HELTH હોળીના પાક્કા રંગથી થતા પિમ્પલ્સને દુર કરવાની રીત

હોળી પર ઘણા લોકો એવો પાક્કો રંગ લગાવતા હોય છે, જેને દુર કરવો મુશ્કેલ બની જાય છે. ઘણી વાર સાબુ વડે ધોવાથી કે પછી તેલ લગાવવાથી પણ આ કલર આસાનીથી જતો નથી. વારંવાર ચહેરા પર સાબુ લગાવવાથી ત્વચા વઘુ સુકી થઇ જાય છે.

આ પાક્કો રંગ તમારી ત્વચાના ખરબચડા સ્તરોની અંદર સોશાઇ જાય છે. એવામાં અમુક લોકો વારંવાર મોઢુ ધોવુ અને કેમિકલ વાળો રંગ કાઢવાથી ચહેરામાં બળતરા થતા હોય છે. જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે તેમને માઢા પર ફોલ્લીઓ થતી હોય છે. અને ત્વચા લાલ થઇ જતી હોય છે. આવામાં તરત કોઇ ઉપાય અપનાવવાથી રાહત મળતી હોય છે. રંગ દૂર કર્યા પછી નીકળતી નાની ફોલ્લીઓ અને મોઢા પર થતી જલનથી રાહત મેળવવા આ રીત યોગ્ય છે.

એલોવેરા જેલ લગાવો : રંગ દુર કરવાના ચક્કરમાં તમારી સ્ક્રીન વઘુ સૂકી થઇ જાય છે અને ચહેરા પર બળતરા થવા માંડે છે ત્યારે તેને વધુ ધસવાનુ ટાળો અને તેને સાફ કરો. ત્યાર બાદ એલોવેરા જેલ લગાવો. આનાથી તમારી ત્વચાની શુષ્કતા ઓછી થશે. અને સ્ક્રીનની જલનથી રાહત થશે. એલોવેરા જેલ લગાવવાથી તમારી સ્ક્રિન હાઇડ્રેટ થશે અને ત્વચાને સાજી થવામાં મદદ મળશે.

દહી લગાવો : કેમિકલ વાળા રંગો લગાવવાથી ત્વચા પર જલન થતી હોય છે.એના માટે દહી એ અસરકારક ઉપાય છે. ચહેરાની ડ્રાઇનેસને આછી કરવામાટે તમે દહીમાં થોડી મધ ઉમેરીને તમે તમારા ચહેરા પર લગાવી શકો છો. એના કારણે ત્વચાને ઠંડક મળતી હોય છે. અને સ્કી વધુ નરમ બનતી હોય છે.

કાચુ દુધ લગાવો : સાબુથી વારંવાર મોઢુ ધોવા કરતા તમે રંગ દૂર કરવા માટે કાચા દૂધનો ઉપયોગ કરો. કાચા દૂધને કોટનથી ચહેરાને હલ્કા હાથે લગાવો. તેને થોડીવાર માટે એવુ જ રહેવા દો અને ત્યાર બાદ પાણીથી ધોઇ નાખો. જેના કારણે જલનથી રાહત મળશે.

મુલ્તાની માટી : જે લોકોની ત્વચા પર રંગોથી નાની પિમ્પલ્સ નીકળી હોય તો તેને મુલ્તાની માટી અને ગુલાબજળ વાળુ ફેસપેક લગાવો જેના કારણે ત્વચાને ઠંડક મળશે અને ફુલ્લીઓ ઓછી થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર