આજના સમયમાં લોકો સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. મોટા ભાગના લોકોને જ્યારે કંટાળો આવે છે , ત્યારે તે સોશિયલ મીડિયિાનો ઉપયોગ કરતા હોય છે. અને આ સમયમાં લોકો ઇન્સ્ટાગ્રામ એપનો સૌથી વધુ ઉપયોગ કરે છે, તે પણ રીલ્સ જોવા માટે . જ્યારે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સની શરૂઆત થઇ હતી ત્યારે લોકો તેને વધુ ન જોતા હોતા. પણ ટુંક જ સમયમાં તે લોકોના મગજ પર હાવી થવા લાગ્યુ . હવે જ્યારે પણ લોકો થોડાક ફ્રી પડે છે ત્યારે તે રીલ્સ જોવાનું શરૂ કરી દે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આવો જાણીએ આ વીડિયો વિશે.
રસ્તા પર કોઈપણ વાહન ચલાવતી વખતે ડ્રાઈવરનું સંપૂર્ણ ધ્યાન તેની સામેના રસ્તા પર જ રહે. જો ડ્રાઇવર ધ્યાન કેન્દ્રીત કરે છે તો , અકસ્માતો થવાની સંભાવના ઓછી છે. પરંતુ સોશિયલ મીડિયા પર એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે ઓટો ડ્રાઈવર ઓટો ચલાવતી વખતે પોતાના ફોન પર રીલ જોઈ રહ્યો છે. આ રીક્ષા ચાલકનું સંપુર્ણ ધ્યાન રીલ્સમાં હોય છે. રીક્ષામાં બેઠેલી મહિલા મુસાફરે તેનો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો.
Reels Obsession…this dangerous for passengers & others too
MH 12 DU 9162@MumbaiPolice pic.twitter.com/0oz1pC4VHN— Kirron Sharrma (मोदी का परिवार) 🇮🇳 (@kirron_sharrma) April 23, 2024
આ વીડિયો શેર કરતાં મહિલાએ કેપ્શનમાં લખ્યું, ‘રીલ્સનું વળગણ, તે મુસાફરો અને અન્ય લોકો માટે પણ જોખમી છે.’ આ સાથે મહિલાએ ઓટોનો નંબર લખીને મુંબઈ પોલીસને ટેગ કર્યું છે. મુંબઈ પોલીસે આ બાબતે મુંબઈ ટ્રાફિક પોલીસને જાણ કરી હતી. કેસ વિશે વધુ માહિતી મેળવવા માટે, મુંબઈ ટ્રાફિક પોલીસે પોસ્ટમાં ટિપ્પણી કરી છે કે, ‘ જરૂરી કાર્યવાહી માટે ચોક્કસ લોકેશન આપો .’
આ પણ વાંચો:હાર્દિક પંડ્યા બન્યો બેશરમ! વિકેટ ન મળતાં ખામીઓ છુપાવતો જોવા મળ્યો
આ પણ વાંચો:17 વર્ષના ડી ગુકેશે રચ્યો ઈતિહાસ… ચેસમાં 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
આ પણ વાંચો:યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો એકમાત્ર ક્રિકેટર