Not Set/ જોન્સન & જોન્સન પહેલેથી જાણતી હતી કે પાઉડરમાં કેન્સર પેદા કરનારા કણ છે : રીપોર્ટ

જાણીતી અમેરિકન ફાર્મા કંપની જોન્સન એન્ડ જોન્સન કંપની ઘણાં સમયથી કાનુની કારવાહીનો સામનો કરી રહ્યું હતું. કંપનીનાં બેબી પાઉડર પ્રોડક્ટમાં ‘એસ્બેસ્ટોસ’ છે અને કંપની આનાં વિષે પહેલેથી જ જાણતી હતી એવું સામે આવ્યું છે. જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરથી કેન્સર થવાનો ભય રહે છે, આ વાતનો આરોપ કંપની પર લાંબા સમયથી હતો. અંદાજે 9000 થી […]

Top Stories Health & Fitness World Trending Business
1531583344336 e1544862493953 જોન્સન & જોન્સન પહેલેથી જાણતી હતી કે પાઉડરમાં કેન્સર પેદા કરનારા કણ છે : રીપોર્ટ

જાણીતી અમેરિકન ફાર્મા કંપની જોન્સન એન્ડ જોન્સન કંપની ઘણાં સમયથી કાનુની કારવાહીનો સામનો કરી રહ્યું હતું. કંપનીનાં બેબી પાઉડર પ્રોડક્ટમાં ‘એસ્બેસ્ટોસ’ છે અને કંપની આનાં વિષે પહેલેથી જ જાણતી હતી એવું સામે આવ્યું છે.

જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરથી કેન્સર થવાનો ભય રહે છે, આ વાતનો આરોપ કંપની પર લાંબા સમયથી હતો. અંદાજે 9000 થી વધુ વકીલોએ આ ટેલ્કમ પાઉડર પર આરોપ લગાવ્યો છે કે બેબી પાઉડરમાં એસ્બેસ્ટોસ પદાર્થ છે જેનાથી કેન્સર થાય છે.

1059229 1 જોન્સન & જોન્સન પહેલેથી જાણતી હતી કે પાઉડરમાં કેન્સર પેદા કરનારા કણ છે : રીપોર્ટ
Johnson & Johnson knew for decades about asbestos in its baby powder: Report

આ વર્ષે ઓગસ્ટમાં અમેરિકાની એક કોર્ટે બેબી પાઉડરથી કેન્સર થવાની વાત સાબિત થતાં કંપની પર લગભગ 32 હજાર કરોડ રૂપિયા પેનલ્ટી ચાર્જ કરવામાં આવ્યો હતો.

રોઇટર્સ દ્વારા ડોક્યુમેન્ટ્સ, ડીપોઝીશન અને ટ્રાયલ ટેસ્ટીમોનીનાં આધારે હાથ ધરાયેલી તપાસ અનુસાર એમણે જણાવ્યું કે, ‘ 1971 થી 2000 દરમ્યાન ઘણીવખત ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે એટલે કે કંપનીનાં બેબી પાઉડરમાં ઓછી માત્રામાં એસ્બેસ્ટોસ હોવાની સાબિતી મળી હતી, અને કંપનીનાં એકઝીક્યુટિવ્સ, ખાણનાં મેનેજર, વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ અને વકીલો પણ આ વાતને લઈને ચિંતામાં હતા અને આ વાત જાહેર જનતા અને રેગ્યુલેટર્સને ખબર ન હતી.’

જોકે જોન્સન એંસ જોન્સન કંપનીએ આ આરોપને નકારી દીધાં હતા. કંપનીએ જણાવ્યું કે બેબી પાઉડર એસ્બેસ્ટોસ રહિત છે.

રોઇટર્સ દ્વારા જાહેર કરાયેલી આ તપાસનાં જવાબમાં જોન્સન એન્ડ જોન્સન કંપનીના ગ્લોબલ મીડિયા નાં વાઈસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, ‘ વકીલો પોતાનાં નાણાકીય ફાયદા માટે જુના ડોક્યુમેન્ટ્સને ખોટી રીતે રજુ કરી રહી છે જેનાથી કન્ફયુઝન પેદા થઇ રહ્યું છે. આ આરોપ ખોટો છે. હજારો અલગ અલગ થયેલાં સ્વતંત્ર ટેસ્ટમાં સાબિત થયું છે કે પાઉડરમાં એસ્બેસ્ટોસ નથી. કંપનીએ સેફટીને લઈને કોઇપણ માહિતી છુપાવી નથી.’

કંપની પર લાગેલાં આવા ગંભીર આરોપ બાદ શેર માર્કેટમાં કંપનીનાં શેરનાં ભાવ ગગડી પડ્યા હતા. શુક્રવારે જોન્સન એન્ડ જોન્સન કંપનીનાં શેરનાં ભાવમાં 10% નો ઘટાડો થયો હતો.