Not Set/ રણબીર સાથેના સંબંધો વિશે પુછતા આલિયાએ આપ્યો આવો રિસપોન્સ

મુંબઇ, બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનું કહેવું છે કે તેને ‘બ્રહ્માસ્ત્રા’ ફિલ્મના તેના સહ-કલાકાર રણબીર કપૂર સાથેના  તેમના રિલેશનશિપને લઈને વાત કરવામાં શરમ આવે છે. જણાવીએ કે આલિયાએ ગુરુવારે નિકલોડિયન કિડ્સ ચોઇસ એવોર્ડ્સ 2018 માં મીડિયા સાથે વાતચીત કરતા આ વાત જણાવી હતી. જણાવી દઈએ કે  તાજેતરમાં આલિયાના પિતા મહેશ ભટ્ટે કહ્યું હતું કે તેઓ ખુશ છે કે તેમની દીકરી […]

Uncategorized
gbn રણબીર સાથેના સંબંધો વિશે પુછતા આલિયાએ આપ્યો આવો રિસપોન્સ

મુંબઇ,

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનું કહેવું છે કે તેને ‘બ્રહ્માસ્ત્રા’ ફિલ્મના તેના સહ-કલાકાર રણબીર કપૂર સાથેના  તેમના રિલેશનશિપને લઈને વાત કરવામાં શરમ આવે છે. જણાવીએ કે આલિયાએ ગુરુવારે નિકલોડિયન કિડ્સ ચોઇસ એવોર્ડ્સ 2018 માં મીડિયા સાથે વાતચીત કરતા આ વાત જણાવી હતી. જણાવી દઈએ કે  તાજેતરમાં આલિયાના પિતા મહેશ ભટ્ટે કહ્યું હતું કે તેઓ ખુશ છે કે તેમની દીકરી રણબીર સાથે રિલેશનશિપમાં છે.

એવું પૂછવા પર કે તે રણબીર સાથે તેના રિલેશનશિપને પિતાથી મળેલ સ્વીકૃતિને કઈ રીતે જુવે છે તો આલિયાએ જવાબ આપતા કહ્યું કે ‘તમે ભવિષ્યમાં કેમ જઈ રહ્યા  છો? તમારે વર્તમાનમાં રહેવું જોઈએ. ઈમાનદારીથી કહું તો હું આ વિશે વાત કરવા માંગતી નથી.

આલિયાએ કહ્યું કે મને મારા સંબંધો વિશે કહેતા શરમ આવી રહી છે, પરંતુ હુ મારા પિતાને પ્યાર કરું છું અને તેઓ મારા વિશે જે કંઈ પણ કહે છે તે મારા માટે ઘણું મહત્વનું હોય છે પરંતુ હાલ હું આ વિશે વાત કરવા માંગતી નથી.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લવ લાઈફ વિશે જાણો શું કહ્યું હતું મહેશ ભટ્ટે…

મહેશ ભટ્ટે કહ્યું કે ‘સીધી વાત છે બંને એકબીજાને પ્રેમ કરે છે. તમે આ વાત સમજવામાં કોઈ મુશીબત ન થવી જોઈએ. મને રણબીર કપૂર પસંદ છે. તે ખૂબ સારા માણસ છે. હવે તેમને આ સંબંધો કેવી રીતે આગળ વધારવો તે આ વિચારણા અને પરિણામ કાઢવાની જરૂર છે.’

મહેશ ભટ્ટે આગળ જણાવ્યું હતું કે, ‘મુખ્ય સવાલ એ છે કે તેઓ(આલિયા-રણબીર) લગ્નના મુકામ પર પહોંચવા માંગે છે ? લગ્ન એક એવી સંસ્થા છે જેના વિશે 21 મી સદીના બીજા દાયકામાં પણ પ્રશ્નો પૂછવામાં આવે છે. લગ્ન વિશે તેઓ પોતે જ વિચારવું પડશે. આ વિશે કોઈ પણ અનુમાન લગાવવા વાળો હું કોણ છું કે આ બધા ક્યારે થશે અથવા તેઓ કેવી રીતે તમારા સંબંધ આગળ વધશે. આ એક જિંદગી છે અને જીવન જીવવા માટેનાં નિયમો છે. હાલ તો આપણે રાહ જોવી અને જુઓ કે કાલે આપણા માટે શું ભેટ લઈને આવે છે.