PM મોદી આજથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના આગમનને લઇને તડામાર તૈયારીઓ થઇ રહી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો તે પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ છે. શહેરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
PM મોદીનાં ગુજરાત પ્રવાસ પર તેમની સુરક્ષાને લઇને 3 JCP, 10 DCP, 13 SP બંદોબસ્તમાં તૈનાત રહેશે. 43 PI, 96 PSI બંદોબસ્તમાં તૈનાત પણ રહેશે. વળી 1655 પોલીસ કોન્સ્ટેબલ પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચ, બોમ્બ સ્કોર્ડ એજન્સીની પણ ચાંપતી નજર રહેશે. હોટલ, ઢાબા વગેરેનું ચેકીંગ કરવામાં આવ્યું છે. PM ની સુરક્ષાને લઇને ડોગ સ્કોર્ડ સહિતની એજન્સીઓની પણ નજર રહેશે. SPG દ્વારા તમામ ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ કરવામાં આવી છે. PM નાં કાફલાને તકલીફ ન પડે અને ટ્રાફિકનાં સવાલ ઉભા ન થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. એરપોર્ટને લાગતી સુરક્ષા તૈયારીઓ પણ કરવામાં આવી છે. જણાવી દઇએ કે, ટ્રાફિકને લગતી તૈયારીઓ ટ્રાફિક JCP કરશે. વળી સાબરમતીમાં સ્પીડ બોટ મારફતે પેટ્રોલિંગ કરાશે. જમીની સ્તર સાથે આકાશી બંદોબસ્ત પણ રાખવામાં આવ્યું છે. આ સાથે QRT ટીમ, એન્ટી સબોટેજ ટીમનું ગઠન પણ કરાયું છે.