#sharadpurnima/ મધ્યરાત્રિ બાદ માતા લક્ષ્મી ઘુવડ પર સવાર થઇ ધરતીની સુંદરતાનો આનંદ માણવા નીકળે છે

શરદ પૂનમની રાત સૌથી અજવાળી રાત હોય છે. ચંદ્રની રોશનીમાં જાણે ધરતી પણ ચાંદી જેવી લાગે છે.

Dharma & Bhakti
sharad punam 5 મધ્યરાત્રિ બાદ માતા લક્ષ્મી ઘુવડ પર સવાર થઇ ધરતીની સુંદરતાનો આનંદ માણવા નીકળે છે

નવરાત્રી પછી આવતી પુનમ એટલે કે શરદ પૂનમ વિષે શાસ્ત્રોમાં ઘણું બધું લખવામાં આવ્યું છે. એક માન્યતા અને શાસ્ત્રો મુજબ શરદ પૂનમની મધ્યરાત્રિ બાદ માતા લક્ષ્મી પોતાના વાહન ઘુવડ પર બેસીને ધરતીની સુંદરતાનો આનંદ લે છે.

શરદ પૂનમની રાત સૌથી અજવાળી રાત હોય છે. ચંદ્રની રોશનીમાં જાણે ધરતી પણ ચાંદી જેવી લાગે છે. જાણે ચોમાસા બાદ કુદરત સ્વચ્છ અને નયનરમ્ય થઈ ગઈ છે. કહેવાય છે કે આ ચાંદનીમાં માતા લક્ષ્મી પૃથ્વીની મુલાકાતે આવે છે.

શાસ્ત્રો મુજબ શરદ પૂનમની મધ્યરાત્રિ બાદ માતા લક્ષ્મી પોતાના વાહન ઘુવડ પર બેસીને ધરતીની સુંદરતાનો આનંદ લે છે.

शरद पूर्णिमा विशेष: शरद पूर्णिमा की रात का वो अद्भुत रहस्य जब श्रीकृष्ण ने  रचा था महारास | Hari Bhoomi

શરદ પૂનમે થયો હતો માતા લક્ષ્મીનો જન્મ

માન્યતા છે કે માતા લક્ષ્મીનો જન્મ શરદ પૂનમના દિવસે થયો હતો. એટલે જ દેશના કેટલાક ભાગમાં શરદ પૂનમના દિવસે લક્ષ્મી પૂજન પણ થાય છે.

શરદ પૂનમના દિવસે રાસલીલા

દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો. ત્યારે માતા લક્ષ્મી પણ રાધા રૂપે અવતર્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની આ અદભૂત રાસલીલાનો પ્રારંભ શરદ પૂર્ણિમાના દિવસે થયો હોવાની માન્યતા છે.

sharad purnima 2019, sharad purnima kab hai, kojagari purnima 2019 | 13  अक्टूबर को शरद पूर्णिमा, इस तिथि पर रात में खीर खाने की है परंपरा - Dainik  Bhaskar

કુમાર કાર્તિકેયનો જન્મ

શિવ ભક્તો માટે પણ શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કુમાર કાર્તિકેયનો જન્મ પણ શરદ પૂનમના દિવસે થયો હતો. જેને કારણે શરદ પૂનમને કુમાર પૂર્ણિમા પણ કહેવાય છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આ દિવસે કુંવારિકાઓ સ્નાન કરીને સૂર્ય અને ચંદ્રની પૂજા કરે છે. માન્યતા છે કે આમ કરવાથી યોગ્ય પતિ મળે છે.

#sharadpurnima: વ્રત-ઉપવાસ કરતી વખતે આ 5 સાવચેતી રાખો…

sharad purnima: શરદ પૂર્ણિમાના દિવસે ખીર ખાવાનું મહત્વ કેમ છે… જાણો તે…

sharad purnima: શરદ પૂર્ણિમા ક્યારે છે, આ દિવસનું ધાર્મિક અને ઔષધીય મહત્વ જા…

sharad purnima: શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ઘણી ભાતની……