Gujarat-Loksabha election 2024/ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારોની તોડી પરંપરા, ગુજરાતમાં પ્રથમવાર એક પણ મુસ્લિમ ઉમેદવાર નહીં

લોકસભા ચૂંટણીમાં આવતીકાલે 7મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે. કોંગ્રેસે ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોની પરંપરા તોડી છે. પ્રથમ વખત ગુજરાતમાં કોંગ્રેસે એક પણ મુસ્લિમ ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રાખ્યા નથી.

Top Stories Gujarat
Beginners guide to 2024 05 06T120921.805 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારોની તોડી પરંપરા, ગુજરાતમાં પ્રથમવાર એક પણ મુસ્લિમ ઉમેદવાર નહીં

ગુજરાત : લોકસભા ચૂંટણીમાં આવતીકાલે 7મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે. કોંગ્રેસે ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોની પરંપરા તોડી છે. પ્રથમ વખત ગુજરાતમાં કોંગ્રેસે એક પણ મુસ્લિમ ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રાખ્યા નથી. રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં કુલ 35 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ તમામ ઉમેદવારોમાંથી મોટા ભાગના સ્વતંત્ર ચૂંટણી લડી રહ્યા છે. ગાંધીનગરથી બસપાએ મુસ્લિમ ઉમેદવારને ટિકીટ આપી છે.

આ વખતની લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયના એકપણ વ્યક્તિને ઉમેદવાર ના બનાવવા પાછળ કોંગ્રેસ કારણું આપ્યું છે. કોંગ્રેસે જણાવ્યું કે પક્ષના INDIA મહાગઠબંધનને લઈને બેઠકોની વહેંચણી મહત્વની બની રહી. આ મામલે અન્ય પક્ષોને સાથે રાખવા તેમણે મુસ્લિમ ઉમેદવારોનો ભોગ આપ્યો છે. જે બેઠકો પર અગાઉ મુસ્લિમ ઉમેદવારો હતા ત્યાં અન્ય ઉમેદવારને ટિકીટ આપી છે. રાજકીય રીતે ત્રણ મહત્વના પક્ષો સિવાય ફક્ત બસપાએ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. 2019માં બસપાએ પંચમહાલથી મુસ્લિમ ઉમેદવારને ટિકીટ આપી હતી. આ સિવાય કોંગ્રેસે ભૂતકાળમાં નવસારી અને અમદવાદથી (જ્યારે આ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકોમાં વિભાજીત ન હતું) મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે આ વખતે ગાંધીનગર બેઠક પર મુસ્લિમ ઉમેદવારને ઉભા રાખ્યા છે. ચૂંટણી પંચના આંકડા મુજબ રાજ્યમાં કુલ 35 મુસ્લિમ ઉમેદવારો લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.

રાજ્યમાં 2019માં મુસ્લિમ સમાજના 43 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોમાં ઘટાડો જોવા મળ્યો. મહત્વનું છે કે દેશમાં કોંગ્રેસ પક્ષ મુસ્લિમ સમાજની તરફેણ હોવાનું માનવામાં આવતું હતું. ત્યારે છેલ્લા કેટલાક સમયથી વિધાનસભા અને લોકસભામાં મુસ્લિમ ઉમેદવારોના પ્રતિનિધિત્વમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશની મહત્વની કહેવાતી એવી ભાજપ, કોંગ્રેસ મહાગઠબંધન અને આમ આદમી પાર્ટી ત્રણ પાર્ટીમાંથી કોઈ પક્ષે મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. ભાજપે લોકસભા ચૂંટણી માટે રાજ્યના 26 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાંથી એક પણ મુસ્લિમ ઉમેદવાર નથી. જ્યારે વિધાનસભામાં હાલમાં અમદાવાદના જમાલપુર-ખાડિયાથી ધારાસભ્ય એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર છે.

મુસ્લિમ નેતૃત્વના ઘટતા પ્રતિનિધિત્વ પર રાજકીય પક્ષો પોત-પોતાના કારણો આપી રહ્યા છે. જ્યારે મુસ્લિમ આગેવાનો સ્વીકાર કરે છે કે મુસ્લિમ સમાજમાં જાગૃતિ નથી તેમજ આ મામલે અવાજ ઉઠાવનાર સબળ નેતૃત્વનો અભાવ પણ ઘટતા પ્રતિનિધિત્વ પાછળ જવાબદાર હોવાનું માને છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ

આ પણ વાંચો:રાજ્યમાં આગામી પાંચ દિવસ યલો એલર્ટ, મતદાનના દિવસે ગરમીનો પારો ઊંચો જશે