ભુજ/ અંતિમવિધિ માટે ધસારો થતા સ્મશાન ગૃહમાં લાકડા ખૂટી પડ્યા

અંતિમવિધિ માટે ધસારો થતા લાકડા ખૂટી પડ્યા હતા. જેથી દાન માટે અપીલ થતા એક જ દિવસમાં મહિનો ચાલે તેટલા લાકડા ભેગા થઈ ગયા હતા

Gujarat Others Trending
udhdhav thakre 3 અંતિમવિધિ માટે ધસારો થતા સ્મશાન ગૃહમાં લાકડા ખૂટી પડ્યા

કચ્છમાં કોરોનાથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ભુજમાં ખારી નદી સ્મશાન ગૃહ ખાતે ગેસ આધારિત ભઠી બાદ લાકડાનું સ્મશાન પણ શરૂ કરાયું છે. જોકે અંતિમવિધિ માટે ધસારો થતા લાકડા ખૂટી પડ્યા હતા. જેથી દાન માટે અપીલ થતા એક જ દિવસમાં મહિનો ચાલે તેટલા લાકડા ભેગા થઈ ગયા હતા

બે ત્રણ દિવસથી ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દર્દીના મૃત્યુનો આંક વધતા ખારી નદી સ્થિત ગેસ આધારિત સ્વર્ગ પ્રયાણ ધામ અંતિમ ક્રિયા માટે પહોંચી વળાય એમ ન હોવાથી નદીના તટ પર વર્ષો જૂની જગ્યા પર અગ્નિદાહ આપવામાં આવે તેવી સૂચના અપાઈ હતી. જેથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરો બે દિવસથી મોડી સાંજથી પરોઢ સુધી આ સેવાકાર્ય કરે છે. દરમિયાન લાકડા ખૂટશે તેવી શક્યતા ભૂતનાથ સેવા સંસ્થાન સમક્ષ વ્યક્ત કરાઈ હતી.

જેથી આ સંસ્થાના સભ્યોએ વ્હોટ્સ એપ પર લાકડા આપવા અપીલ કરતા માત્ર બે કલાકમાં એક મહિનો ચાલે તેટલા લાકડા એકઠા થઇ ગયા હતા. અંતિમ સત્ય છે તેવા અંતિમ સંસ્કારમાં નામી અનામી લોકોએ દાનમાં રોકડ જ નહિ, લાકડાની ટ્રક ભરીને મોકલી હતી. ભુજના આ હિંદુ સ્મશાન ગૃહ માટે વ્યક્તિગત દાતા, સમાજ અને સંસ્થા તરફથી સહકાર મળ્યો છે. ખુલ્લા મેદાનમાં અગ્નિદાહ માટેની બે ગોડી હતી અને બીજી બે સુધરાઇ દ્વારા અપાઈ હતી, તે પણ ફીટ કરાઈ છે, જેથી એક સાથે ચાર મૃતદેહને અગ્નિ સંસ્કાર આપી શકાય. ભુજ અને સુખપર બંને જગ્યાએ પર્યાપ્ત માત્રામાં લાકડાનો સ્ટોક થઈ ગયો છે.