અશોભનીય બનાવ/ વડોદરાના ફતેપુરામાં જૂથ અથડામણ, ભગવાન રામની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ

વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામમ થઈ હોવાના સામે આવી રહ્યું છે. બે જૂથ વચ્ચે ભારે અથડામણ થઈ છે. પોલીસનો મોટો કાફલો સ્થળે પહોંચી ગયો છે. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હોવાનું પણ સામે આવ્યું છે.   

Top Stories Ahmedabad Gujarat Vadodara
અથડામણ

આજે દેશમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન રામના દર્શન કરવા મંદિરે જઈ રહ્યા છે તો કેટલીક જગ્યા ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. આવામાં વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામમ થઈ હોવાના સામે આવી રહ્યું છે. બે જૂથ વચ્ચે ભારે અથડામણ થઈ છે. પોલીસનો મોટો કાફલો સ્થળે પહોંચી ગયો છે. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હોવાનું પણ સામે આવ્યું છે.

આ જૂથ અથડામણમાં ભગવાનની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કરાયો છે.રામ નવમી નિમિત્તે રામજીની યાત્રા નીકળી હતી, તે સમયે થયો પથ્થરમારો થયો હતો. જો કે એડિશનર પોલીસ કમિશનરે દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાના આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા છે. સિનિયર પોલીસ અધિકારીઓનો કાફલો અહીં પહોંચી રહ્યો છે.

વિશ્વ હિન્દુ પરિષદનો આક્ષેપ હતો કે શોભાયાત્રા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો નહતો જેને લઈને પોલીસ દ્વારા કહેવાયું કે દરેક શોભાયાત્રા સાથે પોલીસની અલગથી ટીમ રાખવામાં આવી છે. હરણીથી આ શોભાયાત્રા નીકળી હતી અને ત્યાંથી અહીં (ફતેપુરા) પોલીસ સાથે જ છે. જ્યાં જ્યાં શોભાયાત્રા નીકળે છે ત્યાં લોકલ પોલીસની ટીમ પણ સાથે રહેતી હોય છે. એસઆરપી પણ હોય છે. પુરતો બંદોબસ્ત છે એનો કોઈ ઈશ્યુ નથી.

આ પણ વાંચો:ખેડૂતોને બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતાં કર્યું એવું કે… તમે જાણીને કહેશો

આ પણ વાંચો:નવી દિલ્હી ખાતે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને મળ્યા બે એવોર્ડ

આ પણ વાંચો:બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં 30 સ્પીડ ગન

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીએ બેટ દ્વારકામાં ડીમોલેશન સાઈટનું કર્યુ નિરીક્ષણ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીએ બેટ દ્વારકામાં ડીમોલેશન સાઈટનું કર્યુ નિરીક્ષણ