Not Set/ કોરોનાવાયરસ/ ચીનથી પરત ફરેલા 5 લોકોમાં કોરોનાના લક્ષણ, આર્મી હોસ્પિટલમાં કરાયા શિફ્ટ

કોરોનાવાયરસથી ચીનમાં અત્યાર સુધીમાં 425 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 20 હજારથી વધુ કેસની પુષ્ટિ થઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ વિશ્વવ્યાપી કોરોનાવાયરસના ફેલાવાને ધ્યાનમાં લઈને આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટીની જાહેરાત કરી દીધી છે. ઘણા દેશોએ ચીન માટેની ફ્લાઇટ્સ રદ કરી છે, જ્યારે ઘણા દેશ ચીનમાં ફસાયેલા તેમના નાગરિકોને એરલિફ્ટ કરાવીને બહાર નીકળી રહ્યા છે. […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaa કોરોનાવાયરસ/ ચીનથી પરત ફરેલા 5 લોકોમાં કોરોનાના લક્ષણ, આર્મી હોસ્પિટલમાં કરાયા શિફ્ટ

કોરોનાવાયરસથી ચીનમાં અત્યાર સુધીમાં 425 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 20 હજારથી વધુ કેસની પુષ્ટિ થઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ વિશ્વવ્યાપી કોરોનાવાયરસના ફેલાવાને ધ્યાનમાં લઈને આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટીની જાહેરાત કરી દીધી છે. ઘણા દેશોએ ચીન માટેની ફ્લાઇટ્સ રદ કરી છે,

જ્યારે ઘણા દેશ ચીનમાં ફસાયેલા તેમના નાગરિકોને એરલિફ્ટ કરાવીને બહાર નીકળી રહ્યા છે. ભારતે પણ ચીનમાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કર્યા છે. ચીનથી પરત આવેલા લોકોને કોરોના વાયરસના ચેપના સંકેત જોવા મળ્યા છે. તેથી તેઓને સૈન્ય હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

ચીનથી શરૂ થયેલ કોરોનાવાયરસનો ચેપ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, વિશ્વના 18 થી વધુ દેશોમાં, કોરોનાએ પગ ફેલાવ્યો છે. આવી સ્થિતિમાં, ઘણા દેશો ચીનથી લોકોને એરલિફ્ટ કરી રહ્યા છે. ભારતે પણ ચીનથી 647 લોકોને એરલિફ્ટ કર્યા છે. એક ન્યુઝ એજન્સી ડોકટરોને ટાંકતા કહ્યું છે કે, ચીનથી આવેલા લોકોમાંથી 5 લોકોમાં શરદી અને ખાંસીના લક્ષણો જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં તે 5 લોકોને દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

શરૂઆતમાં, ચીનથી આવેલા 247 લોકોને ગુરુગ્રામની માનેસર હોસ્પિટલમાં એક સાથે રાખવામાં આવ્યા હતા, પરંતુ શરદી અને કફની ફરિયાદ પછી, તેમને દિલ્હીની એક અલગ સૈન્ય હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ડોકટરોના જણાવ્યા મુજબ આ પાંચ લોકોના સેમ્પલ લીધા બાદ એઈમ્સ મોકલવામાં આવ્યા છે. તેમાંથી એકનો રિપોર્ટ આવ્યો છે, જે નકારાત્મક છે.

ચીનના વુહાનમાં ફસાયેલા 330 લોકોને શનિવારે મોડી રાત્રે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 323 ભારતીય અને 7 માલદીવના નાગરિકોનો સમાવેશ થાય છે. આ લોકોને લઈને એર ઇન્ડિયા વિમાન રવિવારે દિલ્હી પહોંચશે. માલદીવના વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહિદે કહ્યું કે અમારા નાગરિકોને પણ થોડા દિવસો માટે દિલ્હીના શિબિરમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. દરમિયાન આજે કેરળમાં કોરોનાવાયરસના બીજા કેસની પુષ્ટિ થઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુવક થોડા દિવસો પહેલા ચીનથી પરત આવ્યો હતો. તેને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે.

ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ આ મામલે જણાવ્યું કે આ વિમાનમાં ભારતના 323 અને માલદીવના 7 નાગરિક સવાર હતા. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદએ પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરના પ્રતિ આભર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વુહાનથી પરત ફરેલા 7 લોકોને હજુ પણ નવી દિલ્હીમાં દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

કેરળમાં કોરોનાના 3 કેસ કન્ફર્મ

કેરળના કસરાગોડમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ નોંધાયો છે. દર્દીને સારવાર માટે કાંઝરગડ જિલ્લા હોસ્પિટલ, કાસારગઢમાં દાખલ કરાયા છે. હાલમાં દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. આ દર્દી તાજેતરમાં ચીનના વુહાનથી પરત આવ્યો હતો.

આ વાતની પુષ્ટિ કેરળના આરોગ્ય પ્રધાન કે શૈલજાએ કરી હતી. અપને જણાવી દઈએ કે કોરોના વાયરસના ત્રણેય કેસ ફક્ત કેરળમાં જ જોવા મળ્યાં છે. ત્રીજા દર્દીની ઓળખ કાસારગોડના વિદ્યાર્થી તરીકે થઈ છે જે હાલમાં જ ચીનથી પરત ફર્યો છે.

આરોગ્ય પ્રધાન કે શૈલજાના જણાવ્યા અનુસાર ત્રીજા દર્દીની હાલત હજી સ્થિર છે. તેમણે કહ્યું, ‘તમામ 3 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. તેની સ્થિતિ સ્થિર છે. 2 ફેબ્રુઆરીએ, 104 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાંથી ફક્ત 3 જ સકારાત્મક મળ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.