Not Set/ મૃત બાળકીને શોધવા સુરતના વેપારીઓએ કમર કસી,સાડીઓના પેકેટમાં બાળકીના ફોટા મુકી દેશભરમાં પહોંચતા થશે

સુરત. આજથી બાર દિવસ પહેલા પાંડેસરા વિસ્તારનાં જીયાવ – બુડીયા નજીક ઝાડીમાંથી એક બાળકીની લાશ મળી હતી. આ ઘટનાને હવે બાર દિવસ થઇ ગયા છે પરંતુ હજુ પણ બાળકીના માતા-પિતાની કોઈ જાણ થઇ નથી. આટલા લાંબા સમય બાદ પણ હજુ સુધી પોલીસને આરોપીને પકડવા માટે કોઈ કડી મળી નથી. સુરત પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળો પર કોમ્બીંગ […]

Top Stories Gujarat
Untitled 3 મૃત બાળકીને શોધવા સુરતના વેપારીઓએ કમર કસી,સાડીઓના પેકેટમાં બાળકીના ફોટા મુકી દેશભરમાં પહોંચતા થશે

સુરત.

આજથી બાર દિવસ પહેલા પાંડેસરા વિસ્તારનાં જીયાવ – બુડીયા નજીક ઝાડીમાંથી એક બાળકીની લાશ મળી હતી. આ ઘટનાને હવે બાર દિવસ થઇ ગયા છે પરંતુ હજુ પણ બાળકીના માતા-પિતાની કોઈ જાણ થઇ નથી. આટલા લાંબા સમય બાદ પણ હજુ સુધી પોલીસને આરોપીને પકડવા માટે કોઈ કડી મળી નથી.

સુરત પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળો પર કોમ્બીંગ શરુ કરી દેવામાં આવ્યું છે પરંતુ બાળકીના કુટુંબીજનોની કોઈ ભાળ મળી નથી. સુરત પોલીસ કર્મચારીઓ ડોર ટુ ડોર સુધી જઈને બાળકીનો ફોટો બતાવીને બાળકીના પરિવારજનોની શોધ-ખોળ કરી રહ્યા છે.

12 દિવસ પછી આખરે, બાળકીની ઓળખ થાય અને હત્યારાઓ પોલીસના સકંજામાં આવે તે હેતુથી સુરતના વેપારીઓ હવે આગળ આવ્યા છે.  સુરત ટેક્ષટાઈલ્સના વેપારીઓ પણ બાળકીના પરીવાજનોની ભાળ મળે તે અર્થે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતમાં કાપડ વેપારીઓ દ્વારા સાળીના બોક્સ પેકિંગમાં બાળકીનો ફોટો મુકવામાં આવ્યો છે અને તેને ગુજરાત બહારના રાજ્યોમાં પણ મોકલવામાં આવશે જેથી બાળકીની ઓળખાણ થઇ શકે.

સુરત સેવા ફાઉન્ડેશન દ્વારા સાડીના બોકસ પેકીંગ પર મૃત બાળકીના ફોટા સાથેની વધારાની માહિતી વહેતી કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 10 હજાર જેટલા સાડીના બોકસ પર બાળકીનો ફોટો લગાવવામાં આવ્યો છે. અહીનાં વેપારીઓના કહેવા પ્રમાણે કુલ 29 જેટલા રાજયોમાં સાડીના બોકસ પેકીંગ કરી વેપારીઓ સુધી પહોંચાડી આપવામાં આવશે. આમ કુલ દસ લાખ જેટલા સાડીના પેંકીંગમાં બાળકીનો ફોટો મુકવામાં આવશે. સુરતના કાપડના વેપારીઓ દ્રારા બાળકીના પરિવારને શોધી આપનારને ઈનામ આપવાની પણ
જાહેરાત કરવામાં આવી છે, જેથી બાળકીના માતા-પિતાની ઓળખ થઇ શકે અને સાથોસાથ ગુનેગારોને પકડવા માટે એક કડી મળી રહે.

ખરેખર, સુરત ટેક્ષટાઈલ્સ વેપારીઓ અને સુરત સેવા ફાઉન્ડેશનનું આ પગલું ખુબ જ સરાહનીય છે.