Election/ શહેર બાદ ગામડાઓમાં પણ કોંગ્રેસનો કરુણ રકાસ

મનપા બાદ ગામડાઓમાં પણ કોંગ્રેસનો કરુણ રકાસ

Gujarat Others Trending
congress loss શહેર બાદ ગામડાઓમાં પણ કોંગ્રેસનો કરુણ રકાસ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા 6 માનાપમા કોંગ્રેસ ઉંધા માથે પટકાઈ  હતી. ત્યાર બાદ હવે જીલ્લા-તાલુકા ને નાપા ચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે.

બપોર સુધી આવેલા પરિણામોમાં ભાજપ મોટી લીડ સાથે આગળ વધી રહ્યું છે. તે જ સમયે, કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ નબળું દેખીએ રહ્યું છે. તો આમ આદમી પાર્ટીને ગામડાઓમાં પણ પોતાની પકડ બનાવતી નજર આવી રહી છે.

શહેરો પછી હવે ગામડાઓએ કોંગ્રેસને આપ્યો જાકારો

ગુજરાતના શહેરો પછી હવે કોંગ્રેસને ગામડાઓમાં પણ મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલનો પુત્ર યશ કોટવાલ સાબરકાંઠામાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે.

આપએ અત્યાર સુધીમાં 46 બેઠકો જીતી લીધી છે

ગુજરાતની મહાનગર પાલિકાની ચૂંટણી બાદ આપ દ્વારા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકાની ચૂંટણીઓમાં પણ સારૂ પ્રદર્શન કર્યુ છે. બપોર સુધીમાં આપએ 46 બેઠકો જીતી લીધી છે.

ભાજપનું વર્ચસ્વ છે

મનપા બાદ કોંગ્રેસ જીલ્લા અને તાલુકામાં પોતાનો પગદંડો જમાવી રહી છે. ચુંટણી પરિણામોમાં મક્કમરીતે ભાજપ જીત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે.