ડાયમંડ સીટી/ સુરતની ન્યુ બોમ્બે માર્કેટ 7 મહિનાથી ફાયર NOC વગર ધમધમી, ફાયર વિભાગની ઢીલી નીતિ

સુરતનું ફાયર વિભાગ જાગ્યો હતો અને ટેક્સટાઇલ માર્કેટમાં પણ ફાયર સેફ્ટીના સાધનો બાબતે તપાસ કરવામાં આવી હતી અને ટેક્સટાઇલ માર્કેટ અને સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2023 12 04T144829.120 2 સુરતની ન્યુ બોમ્બે માર્કેટ 7 મહિનાથી ફાયર NOC વગર ધમધમી, ફાયર વિભાગની ઢીલી નીતિ
  • એથર દુર્ઘટના બાદ પણ ફાયર વિભાગની ઢીલી નીતિ
  • સુરતની ન્યુ બોમ્બે માર્કેટ 7 મહિનાથી ફાયર NOC વગર ધમધમી  
  • મેં 2023માં ફાયર વિભાગ દ્વારા NOC રદ કરવામાં આવી હતી
  • જો ન્યુ બોમ્બે માર્કેટમાં આગની ઘટના બને તો જવાબદાર કોણ
  • ફાયર સેફટીના સાધનો પણ કટાઈ ગયા

@અમિત રૂપાપરા 

Surat News: સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર કંપનીમાં આગની ઘટનામાં સાત લોકોના મોત થયા હતા. ત્યારબાદ સુરતનું ફાયર વિભાગ જાગ્યો હતો અને ટેક્સટાઇલ માર્કેટમાં પણ ફાયર સેફ્ટીના સાધનો બાબતે તપાસ કરવામાં આવી હતી અને ટેક્સટાઇલ માર્કેટ અને સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હજુ પણ ફાયર વિભાગ દ્વારા ક્યાંક ઢીલી નથી અપનાવવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરતની ન્યુ બોમ્બે માર્કેટમાં ફાયરની એનઓસી ફાયર વિભાગ દ્વારા બે મે 2023ના રોજ રદ કરી દેવામાં આવી હતી. સાત મહિના જેટલો સમય થયો હોવા છતાં પણ ફાયર વિભાગ દ્વારા ન્યુ બોમ્બે માર્કેટમાં કોઈ પણ પ્રકારની એનઓસી આપવામાં આવી નથી.

 bb સુરતની ન્યુ બોમ્બે માર્કેટ 7 મહિનાથી ફાયર NOC વગર ધમધમી, ફાયર વિભાગની ઢીલી નીતિ

ત્યારે ફાયર NOC વગર જ ન્યુ બોમ્બે માર્કેટ ધમધમી રહ્યું છે. જે તે સમયે NOC રદ કરવામાં આવી હતી ત્યારે કારણ આપવામાં આવ્યું હતું કે ન્યુ બોમ્બે માર્કેટની પ્રિમાયસીસમાં સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઇમર્જનથી સર્વિસ વિભાગ દ્વારા ફાયર ફીટીંગ સિસ્ટમનું નિરીક્ષણ 2 મેં 2023 ના રોજ રૂબરૂ કરવામાં આવ્યું હતું અને તે સમયે પ્રીમાસિઝના પેસેજ બ્લોક કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું અને તેના જ કારણે ફાયર NOC રદ કરવામાં આવી હતી.

અ 2 સુરતની ન્યુ બોમ્બે માર્કેટ 7 મહિનાથી ફાયર NOC વગર ધમધમી, ફાયર વિભાગની ઢીલી નીતિ

નવી બોમ્બે માર્કેટ તરફથી 7 મહિના બાદ પણ હજુ સુધી ફાયર NOC મેળવવામાં આવી નથી. ત્યારે ફાયર વિભાગ દ્વારા શા માટે  ન્યુ બોમ્બે માર્કેટમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તેને લઈને અનેક શંકાઓ ઉપજી રહી છે  મહત્વની વાત છે કે ન્યુ બોમ્બે માર્કેટમાં 800 જેટલી દુકાનો આવેલી છે  આ દુકાનોની બહાર ફાયર સેફ્ટીના સાધનો અમુક અમુક જગ્યા પર લગાવવામાં આવ્યા છે પરંતુ આ સાધનો પણ કાટ ખાઈ ગયા છે. જેથી ન્યુ બોમ્બે માર્કેટમાં જો આગની ઘટના બને અને મોટી દુર્ઘટના થાય તો તેનો જવાબદાર કોણ તે જોવાનું રહ્યું.

ss સુરતની ન્યુ બોમ્બે માર્કેટ 7 મહિનાથી ફાયર NOC વગર ધમધમી, ફાયર વિભાગની ઢીલી નીતિ

મહત્ત્વની વાત છે કે સુરત શહેરને ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખવામાં આવે છે અને સુરતમાં અલગ અલગ જગ્યા પર અનેક ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા જો આ તમામ ટેક્સટાઇલ માર્કેટમાં તપાસ કરવામાં આવે તો ઘણી જગ્યા પર ફાયરના સાધનોને લઈને બેદરકારી સામે આવી શકે છે. ત્યારે એથર કંપનીમાં જે ઘટના સામે આવી છે તે ઘટના બીજી વખત ન બને અને અન્ય જગ્યા પર આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ ક્યારે જાગશે અને હવે ટેક્સટાઇલ માર્કેટમાં તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 સુરતની ન્યુ બોમ્બે માર્કેટ 7 મહિનાથી ફાયર NOC વગર ધમધમી, ફાયર વિભાગની ઢીલી નીતિ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચો:સુરતમાં અનોખા લગ્ન, રક્તદાન કેમ્પ અને રાષ્ટ્રગીત ગાઈને વરઘોડિયા લગ્નના બંધને બંધાયા

આ પણ વાંચો:પાલનપુરમાં સરકારી નર્સિંગ કોલેજની 10 વિધાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર

આ પણ વાંચો:સિદ્ધપુરના કાત્યોક મેળામાં દુર્ઘટના, બાળકો સહિત ત્રણને ગંભીર ઈજા

આ પણ વાંચો:ચિગાર નામક જંતુ કરડવાથી થતો જીવલેણ રોગનો પહેલો કેસ સુરતમાં નોંધાયો, જાણો શું છે લક્ષણો