સુરત/ સુરત સ્મિમેર હોસ્પિટલમાં યુવકને એક કલાક ધક્કે ચડવાયો

સુરતમાં કમેલા દરવાજાના રાઠોડ પરિવારનો એક યુવક છત પરથી નીચે પટકાયો હતો.તે દરમિયાન તેમના પગમાં સળિયો ઘુસી ગયો હતો.

Gujarat Surat
  • સુરત સ્મિમેર હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
  • કલાકો સુધી દર્દી અને સબંધીઓને ધક્કા ખવડાવ્યા
  • કલાકો સુધી દર્દીને તબીબોએ કોઇ સારવાર ન આપી
  • પગમાં સળિયો ઘુસી જતા સારવાર માટે આવ્યો હતો યુવાન

@દિવ્યેશ પરમાર 

સુરતમાં કમેલા દરવાજાના રાઠોડ પરિવારનો એક યુવક છત પરથી નીચે પટકાયો હતો.તે દરમિયાન તેમના પગમાં સળિયો ઘુસી ગયો હતો.યુવક તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો.જ્યાં તેમને એક કલાક સુધી ધક્કે ચડવાતા કડવો અનુભવ થયો હતો.

સુરતમાં રાઠોડ પરિવાર ને સ્મીમેર હોસ્પિટલમાં કડવો અનુભવ થયો હતો.યુવક ઉપરથી નીચે પટકાયા બાદ પરિવારે 2:53 મિનિટે સારવાર માટે કેસ કઢાવ્યો હતો અને 4 વાગ્યા સુધી એક વિભાગથી બીજા વિભાગમાં ધક્કા ખવડાવતા અકળાયા હતા. અહીંયા દવા નહિ દર્દ અપાઈ છે એવું અમને લાગે છે. ઇમરજન્સીમાં દર્દીને સારવાર આપવી કે પહેલા કેસ કઢાવો એનો અહેસાસ અહીંયા થયો છે. જોકે માર્શલોએ મધ્યસ્થી કરતા તાત્કાલિક એક્સ-રે કાઢી આપવાની ફરજ પડી હતી.

સ્મીમેર હોસ્પિટલથી મળતી માહિતી મુજબ, સલાબતપુરાના નવા કમેલા સંજય નગરમાં 28 વર્ષીય સંજય રમેશ રાઠોડ પરિવાર સાથે રહે છે. રવિવારે બપોરે પોણા ત્રણેક વાગ્યાનાં અરસામાં સંજય ઘરના પતરા ઉપર ચડીને કામ કરી રહ્યો હતો. તે દરમિયાન સંજય નીચે પડ્યો હતો. જેથી તેના પગમાં લોખંડનો સળિયો ઘૂસી ગયો હતો. પગમાં ઘૂસેલા સળિયા સાથે સંજયને તેના પરિવારજનો સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈને આવ્યા હતા.

સ્મીમેર હોસ્પિટલમાં 2:53 વાગ્યાના અરસામાં સંજયની સારવાર માટે કેસ પેપર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ સંજયને સારવાર આપવાને બદલે ફરજ પરના તબીબે આ જગ્યાથી તે જગ્યાએ ધકકાઓ ખવડાવ્યા હતા. જેથી તેનું પરિવાર અકળાઈ ગયું હતું. પરિવારજનો સંજયને લઈને એક્સ-રે કાઢવા માટે ગયું હતું. જ્યાં પણ હાજર કર્મચારી સાથે વાતનો વિવાદ સર્જાયો હતો.

સ્મીમેર હોસ્પિટલના માર્શલો દોડી આવ્યા હતાં. ત્યારબાદ તેઓની મધ્યસ્થી બાદ સંજયને સારવાર મળી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે હોસ્પિટલ જીતેન્દ્ર દર્શન સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ બાબત અમારા ધ્યાન પર આવી છે અને તપાસ કરાવવામાં આવી રહી છે. તપાસ બાદ જવાબદાર સામે પગલા લેવામાં આવશે.



આ પણ વાંચોઃ 

આ પણ વાંચો:સુરતમાં અનોખા લગ્ન, રક્તદાન કેમ્પ અને રાષ્ટ્રગીત ગાઈને વરઘોડિયા લગ્નના બંધને બંધાયા

આ પણ વાંચો:પાલનપુરમાં સરકારી નર્સિંગ કોલેજની 10 વિધાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર

આ પણ વાંચો:સિદ્ધપુરના કાત્યોક મેળામાં દુર્ઘટના, બાળકો સહિત ત્રણને ગંભીર ઈજા

આ પણ વાંચો:ચિગાર નામક જંતુ કરડવાથી થતો જીવલેણ રોગનો પહેલો કેસ સુરતમાં નોંધાયો, જાણો શું છે લક્ષણો