@દિવ્યેશ પરમાર
Surat News: સુરતમાં એક સમાજ સેવકે પોતાના પુત્ર ના લગ્નમાં અનોખું આયોજન કર્યું હતું .જેમાં લગ્નની શરૂઆત પહેલા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.ત્યારબાદ રક્તદાન કેમ્પ યોજ્યો હતો.મહત્વનું કામ એ હતું કે જે ચાંદલાની રકમ આવી હતી તે રકમને દીકરીઓ ના શિક્ષણ માટે વાપરવામાં આવશે.સાથેજ દેહદાન તેમજ અન્ય સંકલ્પો લેવામ આવ્યા હત.આમ લગ્નમાં જે ખોટા ખર્ચ થાય છે તે બંધ કરી.સમાજ હિતનું કાર્ય કરવાના સંદેશ સાથે લગ્ન યોજાયા હતા.
સુરતમાં રહેતા અને સમાજ સેવા સાથે જોડાયેલા રેડ ક્રોસ બ્લડ બેન્કના કો ઓર્ડીનેટર અને સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશનના પ્રમુખ ઘનશ્યામ બિરલા સમાજ સેવા માં મોખરે છે.અત્યાર સુધી માં તેમને 101 વખત રક્તદાન કર્યું છે. બિરલા દર તહેવાર ભારત ની બોર્ડર પર ભારતીય સૈનિકો સાથે ઉજવે છે. તેમજ જેસલમેર જેવી બોર્ડર લર વૃક્ષા રોપાણ કરવામાં પણ મહત્વનું યોગદાન છે.દર વર્ષે ભારતીય સૈનિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આપતા રહે છે.
ત્યારે તેમના પુત્ર સાગરના લગ્ન હતા.અને તેમણે પોતાના લૂંટરના લગ્ન પણ અનોખી રીતે કર્યા જેમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. સાથે વૃક્ષા રોપણ પણ કર્યું હતું.ત્યારબાદ ઘનશ્યામ બિરલાના પરિવારના 30 સભ્યોએ અંગદાનના શપથ લીધા હતા.
લગ્નમાં અંદાજીત 1300 જેટલા લોકો હતા અને જેમની પાસે 7 સંકલ્પો લેવડાવવામાં આવ્યા હતા. જેમાં દેહદાન,વૃક્ષ રોપણ,વ્યસન મુક્તિ,ટ્રાફિક અવરનેસ,બેટી બચાવો સહિતના શપથ લેવડાવવામાં આવ્યા હતા.આમ શહેર માં પોતાના પુત્રના લગ્નમાં પણ સમાજ સેવાના કાર્ય સાથે એક મિશાલ કાયમ કરી હતી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃઆણંદથી ઘરફોડ ચોરીઓને અંજામ આપતી ગેંગ ઝડપાઈ, રૂ.16.75 લાખની ચોરીની કબુલાત
આ પણ વાંચોઃ ખાતરની અછત સામે કોડીનારમાં ખેડૂતોની ખાતર માટે પડાપડી