રાજયમાં કોરોનાએ માઝા મૂકી છે તેના લીધે મિની લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે પરતું નાના શહેરોમાં બપોર સુધી દુકાનો ખુલ્લી રહે છે બાદમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવે છે. મોરબીમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે દરેક વેપારીઓને દુકાન ખોલવા માટે આરટીપીસીઆર નેગેટીવ ટેસ્ટ તંત્ર દ્વારા ફરજીયાત કરવાવામાં આવ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા આરટીપીસીઆરટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યો છે.: જિલ્લામાં વેપારીઓને દુકાન ખોલવા માટે આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ ફરજીયાત કરવામાં આવ્યો છે. જેથી તમામ વેપારીઓ માટે તથા શાકભાજી-લારીગલ્લાના વેપારીઓનો આરટીપીસીઆર ટેસ્ટ વિના મૂલ્યે કરવામાં આવશે.
જિલ્લામાં સંક્રમણ રોકવા માટે દરેક ગામમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે પરંતુ વેપારીઓની માંગને કારણે તેમને વેપાર-ધંધા કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આવી પરિસ્થિતીમાં સંક્રમણ વધે નહીં તે માટે તંત્ર દ્વારા જિલ્લાના દરેક નાના-મોટા વેપારીને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ફરજીયાત કરવામાં આવ્યો છે. જેના કારણે વેપારીઓ દ્વારા કોઈને સંક્રમણ લાગે નહી અને સંક્રમણની ચેઈન તોડી શકાય. ટેસ્ટ સેન્ટર પર વેપારીઓનો ભારે ધસારો જોવો મળ્યો હતા. મોટી માત્રમાં વેપારીઓ કોરોના ટેસ્ટ કરવવા માટે સેન્ટર પર પહોંચ્યા હતા.