Murder/ રાજકોટમાં લુખ્ખાતત્વો બેફામ, પૈસાની લેતી દેતીમાં યુવકને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો

પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા કરાઇ, છરીના ઘા ઉપરા છાપરી ઘા માર્યા હતા

Rajkot Gujarat Trending
youth stabbed in 80 feet road Rajkot died રાજકોટમાં લુખ્ખાતત્વો બેફામ, પૈસાની લેતી દેતીમાં યુવકને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો

રાજકોટ શહેરમાં કાયદા વ્યવસ્થાના ઉડ્યા ધજાગરા છે. શહેરમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. 80 ફૂટ રોડ પર ત્રણ શખ્સોએ એક યુવકને છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે.

આ બનાવની મળતી વિગત અનુસાર રાજકોટમાં 80 ફૂટ રોડ પર સીતાજી ટાઉનવશીપમાં તોફિક રાજીદ વજગરાની ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારીને હત્યા કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર યુવકની પૈસાની લેતી દેતીમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસે આ મામલે કોઇ સત્તવાર નિદેન જારી કર્યું નથી.

આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના સીટીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સીસીટીવમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ભારે ભીડ વચ્ચે ત્રણ શખ્સ આવીને એક વ્યક્તિ પર હુમલો કરે છે. સીસીટીવી કેમેરાના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તેમણે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 રાજકોટમાં લુખ્ખાતત્વો બેફામ, પૈસાની લેતી દેતીમાં યુવકને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો


આ પણ વાંચો : ધમકી/ સલમાન, શાહરૂખ પછી મુકેશ અંબાણીને પણ મળી જીવથી મારી નાખવાની ધમકી

આ પણ વાંચો : Lunar Eclipse/ ચંદ્રગ્રહણ પર રચાતા ગજકેસરી યોગથી આ જાતકોને થશે ધનલાભ

આ પણ વાંચો : વતન પ્રેમ/પીએમના આગમનને લઈને તડામાર તૈયારી, જબરજસ્ત સુરક્ષા વ્યવસ્થા