Covid-19/ રાજ્યમાં ફરી એકવાર વકરતો કોરોના, છેલ્લા 24 કલાકમાં નોધાયા 575 નવા કેસ

રાજ્યમાં ફરી એકવાર વકરતો કોરોના, છેલ્લા ૨૪ કલાકમાં નોધાયા 575 નવા કેસ

Top Stories Gujarat Others Trending

ગુજરાત રાજયમાં ચુંટણી બાદ કોરોના ફરી એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જઈ રહ્યો છે. રાજ્યમાં નોધાતા દૈનિક કેસના આંકમાં સતત મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નોધાયેલા કોરોના નવા કેસની સંખ્યા 575 છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,73,386 ઉપર પહોચ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જયારે રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 459 છે. જે સાથે ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,65,831 છે.  હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3140 છે.

રાજ્યમ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સાથે શાળાઓ પણ શરુ થી છે. ત્યારે વિવિધ જીલ્લામાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ કોરોનાનો શિકાર બનેલા જોવા મળી રહ્યા છે.