રાજકોટઃ રાજકોટમાં ત્રણ માસની નવજાત બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની ગઈ હતી. ભુવાએ ડામ આપ્યા પછી બે દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. બાળકી સુરેન્દ્રનગરના જોરાવરનગરની હતી. તેનું જનાના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું
બાળકીના શરીર પર ડામ જોતાં ડોક્ટરે આ અંગે પોલીસને જાણ કરી હતી. ગુનાની ગંભીરતા જોઈ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે બાળકીના કુટુંબીજનોની પોલીસે ધરપકડ કરતાં મળેલી વિગતોથી પોલીસ પણ આંચકો પામી હતી.
બાળકી કેટલાક દિવસથી બીમાર હતી. તેની પ્રાથમિક સારવાર પછી પણ તેની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. તેના પછી અંધશ્રદ્ધામાં માનતા કુટુંબીજનો બાળકીને ભૂવા પાસે લઈ ગયા હતા. ભૂવાએ બાળકીને શરીર પર ડામ આપ્યા હતા. તેના પગલે બાળકીએ ચીસાચીસ કરી હતી, ભૂવાએ આશ્વાસન આપ્યું હતું કે બાળકી સાજી થઈ જશે, પણ ડામ આપવાના પગલે બાળકીની તબિયત વધુ લથડી હતી.
બાળકીની તબિયત વધુ લથડતા માબાપ સારવાર અર્થે બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા. બાળકીની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને રાજકોટ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. રાજકોટમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. આ મામલે સુરેન્દ્રનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: કેદારનાથમાં હાર્ટએટેક કારણે આણંદની પરિણીતાનું મોત
આ પણ વાંચો: જામજોધપુર તાલુકા ના વીરપર ગામમાં ગઢવી સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક પ્રસંગ દરમિયાન અથડામણ
આ પણ વાંચો: જેની રાહ જોવાતી હતી તે ક્ષણ હવે આવી, વંદે ભારત આ માર્ગ પર કરશે કમાલ
