સુરત/ પેટ્રોલ-ડિઝલ બાદ સ્ટેશનરીની વસ્તુમાં 20 ટકા સુધીનો વધારો

વર્ષ 2021-22નું હિસાબી વર્ષ પૂર્ણ થયું છે, તેથી સુરત શહેરમાં સ્ટેશનરીની દુકાનો પર હિસાબી ચોપડા અને ફાઈલો લેવા માટે લોકોની લાઈન લાગી હતી. પણ હિસાબી મઅને ફાઈલના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે.

Gujarat Surat
સ્ટેશનરીની

એક તરફ હિસાબી વર્ષ પૂર્ણ થયું છે ત્યારે સુરતની સ્ટેશનરીની દુકાનો પર  હિસાબી ચોપડા અને ફાઈલો લેવા માટે ગ્રાહકોની કતાર જોવા મળી હતી,જો કે દેશભરમાં ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધ્યો છે અને કાગળ-પૂઠાનો સપ્લાય ઓછો થતા, મોંઘવારીનો વધુ એક માર સામાન્ય જનતાએ વેઠવાનો વારો આવ્યો છે.એટલું જ નહિ પરંતુ બાળકોના અભ્યાસ માટે ઉપયોગી નોટ બુક પેન્સિલ-પેન સહિતની સ્ટેશનરીની વસ્તુઓના ભાવમાં પણ 15થી 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.

હાલ પેટ્રોલ-ડિઝલ, દુધ સહિતની તમામ ચિજ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થવાને કારણે ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં પણ વધારો થયો છે. ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં વધારો થવાને કારણે કાગળ અને ફાઈલ સહિત તમામ સ્ટેશનરીના ભાવમાં વધારો થયો છે.

‘દેશભરમાં ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધ્યો છે અને કાગળ અને પૂઠાનો સપ્લાય ઓછો થઈ ગયો છે. જેના કારણે હિસાબી ચોપડા અને ફાઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. માત્ર હિસાબી ચોપડા જ નહીં બાળકોને અભ્યાસમાં ઉપયોગમાં આવતી નોટ બુક પેન્સિલ-પેન સહિતની સ્ટેશનરીની વસ્તુઓના ભાવમાં પણ 15થી 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.

મહત્ત્વની વાત છે કે, A4 કાગળના ભાવ 15 રૂપિયા વધી 180 થયા​​​​​​​ છે. સુરતમાં સૌથી વધારે એ ફોર સાઈઝનો ઉપયોગ થઈ રહ્યો છે. એ ફોર સાઈઝની 500 શિટનું પેકેજ 165 રૂપિયામાં આવતું હતું જેનો ભાવ હવે 180 રૂપિયા થઈ ગયો.

હિસાબી ચોપડા અને ફાઈલની કિંમતમાં ભાવ વધારાનું મુખ્ય કારણ મોંઘવારી કારણ કે જે રો મટિરિયલ પર ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ 10,000 લાગતો હતો જે ખર્ચો 5 ગણો વધ્યો છે એટલે કે હવે  ટ્રાન્સપોર્ટ નો ખર્ચો વધારે લાગી રહ્યો છે. તો બીજી તરફ જે કાગળનો ભાવ છે તેમાં પણ વધારો જોવા મળ્યો છે રો મટીરીયલનો ભાવ વધતા હિસાબી ચોપડાના ભાવમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો :ચલથાણમાં યુવતીએ રણચંડી બનીને લૂંટારૂઓને ભગાડ્યા,લોહીલૂહાણ હાલતમાં…

આ પણ વાંચો : કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત અમરેલીના પ્રવાસે, કહ્યું -સમાજના લોકોને…

આ પણ વાંચો :વીજ અછતને લઈને રાજ્ય સરકારનો નિર્ણય,એક દિવસનો ફરજીયાત વીજ કાપ

આ પણ વાંચો :રાહુલ ગાંધી 6 એપ્રિલે આવશે ગુજરાતના પ્રવાસે, ગાંધી સંદેશ યાત્રાનો કરાવશે આરંભ